Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પેટલાદ નજીક સીમમાં માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું: ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી 7 ડમ્પરોનો મુદામાલ જપ્ત કર્યો

પેટલાદ: તાલુકાના ધેર્યપુરાની સીમમાં મસમોટું માટીચોરી કૌભાંડ ઝડપાયું હતું. ખાણખનીજ વિભાગની ટીમે દરોડા કરી મોટી ચોરી કરતા ડમ્પર, એક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ખાણખનીજ વિભાગે રેડ કરી ડમ્પર, એક હિટાચી સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાસદ-બગોદરા હાઈવેના કામમાં પેટલાદ તાલુકાના ધેર્યપુરાની સીમમાંથી માટી ચોરી ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા કરી ગેરકાયદેસર રીતે માટી ખનનનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. તંત્ર દ્વારા સ્થળ પરથી ચાર માટી ભરેલા ડમ્પર અને ત્રણ ખાલી ડમ્પર જપ્ત કરાયા હતા.

(5:23 pm IST)