Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એકજ એપાર્ટમેન્ટમાં બે ફ્લેટના તાળા તૂટ્યા: તસ્કરોએ 14 તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં ગઇ રાતે ત્રાટકેલા ચોરો ૧૪ તોલા સોનાના દાગીના અને રોકડ સહિતની મત્તા સમેટીને ફરાર થઇ ગયા હતા.

શહેરમાં ચોરીના ઉપરાછાપરી બની રહેલા બનાવોમાં ગઇરાતે કારેલીબાગના અંબાલાલ પાર્ક પાસે આવેલા તુલસી એપાર્ટમેન્ટમાં ચોરો ઘૂસ્યા હતા.

બનાવ અંગે સપના ઉર્ફે સુનિતા ગોવિંદભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવવા ગઇ હતી.આજે સવારે સાડા આઠેકવાગે પરત આવતી હતી ત્યારે મારા પાડોશી બહેનનો ફોન આવ્યો હતો અને તેમણે મારા ફ્લેટમાં ચોરી થયાની આશંકા વ્યક્ત કરી હતી.

ઘેર આવી તપાસ કરતાં મારા ફ્લેટમાંથી ચોરો સાડા નવ તોલાના સોનાના દાગીના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૃા.૮૬ હજારની મત્તા ઉઠાવી ગયા હોવાનું જણાઇ આવ્યું છે.

(5:20 pm IST)