Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અમદાવાદના નરોડામાં 11 મકાનો પર દબાણ તોડવામાં આવ્યું: 57 મીટરની લંબાઈનો રોડ ખુલ્લો કરાયો

અમદાવાદ: શહેરમાં નરોડામાં ટીપી ૪૦માં આવેલ રળિયામણું નગર, કૃષ્ણનગર એસઆરપી કેમ્પની પાછળ તેમજ ખારીકટ કેનાલ પાસેના ૩૦ મીટરના ટીપી રોડમાં કપાતમાં જતા બાંધકામોનો અમલમાં કરીને ૧૧ મકાનોના દબાણો  બુધવારે દુર કરાયા હતા. દબાણો હટાવીને ૫૭ મીટરની લંબાઇનો ટીપી રોડ ખૂલ્લો કરાયો હતો. શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ ટીપી રસ્તાઓ ખૂલ્લા કરાયા હતા. તેમજ એસ.જી.હાઇવે પરના દબાણો હટાવીને રોડને દબાણમુક્ત કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરાઇ હતી.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરામાં ડ્રાફ્ટ ટીપી ૯૩માં વિશાલા સર્કલથી સરખેજ  જતા  નેસનલ હાઇવેને સમાંતર જુહાપુરા વિસ્તારમાં .૫૦ મીટરના સૂચિત સર્વિસ રોડની કપાતમાં આવતા ગ્રાઉન્ડ ફ્લોર-ફસ્ટ ફ્લોર સુધીના ૮૫ કોમર્શિય બાંધકામો, રહેણાંક એક્ષટેન્શન, ૪૫ કંપાઉન્ડ વોલના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા

(5:16 pm IST)