Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ગુજરાત સરકારના કર્મચારીઓને હવે પસંદગીના સિદ્ધાંતોના આધારે નહિ, ગુણ કક્ષા મુજબ બઢતી

નિયમોમાં સુધારા અંગે સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર

રાજકોટ તા. ર૧: રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ જગ્યાઓ-સેવાઓના ભરતી નિયમોમાં બઢતીની જોગવાઇમાં સુધારો કરવામાં આવ્યો છે. આ અંગે તા. ૧૯/૧૧/ર૦૧૯ ના દિવસે વિભાગના નાયબ સચિવ એ.એચ.મનસુરીની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે વર્ગ-૧ ની બીજા તબકકાની જગ્યા પરથી વર્ગ-૧ ની ઉપલી જગ્યાઓ પર બઢતી આપવા માટેના અગાઉના 'પસંદગીના સિદ્ધાતો'ના આધારે બઢતી આપવાની જોગવાઇ છે તે રદ્દ કરી આ સવર્ગની જગ્યાઓ ઉપર બઢતી આપવા સારૂ 'ઘણી સારી' વેરેગુડ ગુણકક્ષાનું ધોરણ નિયત કરવાનું રહે છે. જે અન્વયે જે કેડરના ભરતી નિયમોમાં 'પસંદગીના સિદ્ધાતો'ના આધારે બઢતીની જોગવાઇ છે તે તમામ ભરતી નિયમોમાં by promotlon of a person who possess 'very good bench mark' for being considered fit for promotion within the zone of consideration as laid down in the'ં શબ્દો રાખવા અંગેનો સુધારો કરવાની દરખાસ્ત તાત્કાલિક અત્રે મોકલી આપવા જણાવવામાં આવે છ.ે

(ર) વર્ગ-૪ માંથી વર્ગ-૩ ની જગ્યા ઉપર, વર્ગ-૩ માંથી વર્ગ-૩ ની જગ્યા ઉપર, વર્ગ-૩ માંથી વર્ગ-ર ની જગ્યા ઉપર, વર્ગ-રમાંથી વર્ગ-રની જગ્યા ઉપર તથા વર્ગ-ર માંથી વર્ગ-૧ ની પ્રથમ તબકકાની જગ્યા ઉપર બઢતી આપવા સારૂ 'સારી' (Good) ગુણકક્ષાનું ધોરણ નિયત કરવાનું રહે છે.

(11:36 am IST)