Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વડોદરાના કચરીયા રોડ પર 40 વર્ષીય પુરુષે 15 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવી

વડોદરા:કરચિયા યાર્ડ રેલવે કેન્ટીનમાં નોકરી કરતા ૪૦ વર્ષના પરિણીતે ૧૫ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારતા કિશોરી ગર્ભવતી થઇ ગઇ છે. જે અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકની એક વસાહતમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને એકદમ ઉલ્ટી અને ઉબકા આવવાનું શરૃ થતાં તેના માતા-પિતાને શંકા થઇ હતી. કિશોરીના શરીર પરથી તે ગર્ભવતી હોવાનું જણાઇ આવતું હતું. જેથી પુત્રીને સાંત્વના આપી પૂછતા તેને રડતા રડતા જણાવ્યું હતું કે, સાત મહિના પૂર્વે બપોરે ત્રણ વાગ્યે હું કરચિયા રેલવે યાર્ડમાં પાણી ભરવા ગઇ હતી, ત્યારે કરચિયા યાર્ડમાં રેલવે કેન્ટીનમાં નોકરી કરતો રમેશ બુધાભાઇ નાયક (રહે. બાજવા કરોડિયા રોડ પરના ખેતરમાં) મને વર્કશોપની સામે આવેલી ઝાડીમાં લઇ ગયો હતો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
રમેશે ત્યારબાદ પણ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. રમેશે એવી ધમકી આપી હતી કે આ વાત કોઇને કહીશ તો તને અને તારા મા-બાપને પતાવી દઇશ. જેથી, કિશોરીના માતા-પિતા રમેશ નાયકને મળવા જતા રમેશ નાયકે ધમકી આપી હતી કે આ બાળક મારૃ નથી, થાય તે કરી લેજો અને જો ફરિયાદ કરશો તો જીવવું ભારે પડશે.

(5:26 pm IST)