Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે

 

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને ઘમરોળનારા વરસાદની સૌરાષ્ટ્રમાં તિવ્રતા ઘટી છે. અને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં ગઈકાલે રાતભર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગે હજુ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 25 તારીખે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે..તેમ હવામાન વિભાગે કહ્યું છે.

(12:50 am IST)