Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સુરતમાં શાકભાજીવાળાને માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા તેને યુવકને ચપ્પુ માર્યુ

ઇજાગ્રસ્ત થયેલો યુવક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો હતો

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજીવાળાને એક યુવકે માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

 અહેવાલ મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં સ્થાનિક અતુલ મકવાણા નામનો યુવક શાકભાજી લેવા માટે ગયો હતો અને તે સમયે શાકભાજીવાળા એ માસ્ક ન પહેર્યું હોવાના કારણે અતુલે તેને માસ્ક પહેરીને કામ કરવાની સલાહ આપી હતી હતી. માસ્ક પહેરવાનું કહેતા જ શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે અતુલ પર હુમલો કર્યો હતો.

 હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા અતુલને નજીકમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક PI અને TRB જવાનોએ ટ્રાફિક PIની જીપમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને પેટની ડાબી બાજુ પર ચપ્પુનો ઘા લાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલો યુવક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.

(12:49 pm IST)
  • ૨૪ કલાકમાં ગુજરાતમાં ૫ નવા કેસ નોંધાયા : કુલ ૩૮ કેસો થયાઃ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં ૨ સહિત ૫ નવા કેસો નોંધાયા : આજે અમદાવાદ- સુરત અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા access_time 11:54 am IST

  • કોરોના વાયરસ જો કોમ્યુનિટીમાં ફેલાય તો લોકોને સારવાર આપવી ખૂબ મુશ્કેલ : ભારતમાં 1000 લોકોએ બેડની સંખ્યા 0.7 છે જ્યાં ફ્રાંસમાં તે 6.5, ચીનમાં 4.2, અમેરિકામાં 2.8 જયારે સાઉથ કોરિયામાં 11.5 છે. access_time 1:52 pm IST

  • દિલ્હીમાં 72 લાખ લોકોને કરિયાણુ મફતમાં મળશે :દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ અંગે કેન્દ્ર અને તમામ રાજ્યની સરકરા પગલા લઇ રહી છે. હવે દિલ્હી સરકરે રાશન યોજનામાં મફતમાં રાશન આપવાની જાહેરાત કરી છે. નવા નિયમ આજથી જ લાગુ થઇ જશે. access_time 12:53 pm IST