Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

અમદાવાદના પૂર્વ વિસ્તારોના વાતાવરણમાં પલટો : વાદળિયાં માહોલ વરસાદી ઝાપટા

ખોખરા-હાટકેશ્વર, CTM, અમરાઇવાડી, રામોલ, જશોદાનગર, મણિનગર, ઇસનપુરમાં વરસાદી ઝાપટા

અમદાવાદ : રાજ્યના વાતાવરણને હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેને લઇને પૂર્વના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો. જેમાં ખોખરા-હાટકેશ્વર, CTM, અમરાઇવાડી, રામોલ, જશોદાનગર, મણિનગર, ઇસનપુરમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.

(1:00 pm IST)