Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજ્યમાં કોરોના વાયરસના 38 પોઝિટિવ કેસ : નવા 3 કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 38 થઈ છે. આજે નવા ત્રણ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક અમદાવાદના મહિલા છે જે દુબઈથી આવ્યા છે. આ સિવાય સુરતમાં 1 અને વડોદરામાં એક કેસ નોંધાયો છે. જે બંનેને લોકલ ટ્રાંસમીશનના દર્દી છે. આ જાણકારી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરીષદ દરમિિયાન આપી હતી. રાજ્યભરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વિગતો મુજબ  

અમદાવાદ - 14
સુરત - 7 
રાજકોટ - 3 
વડોદરા - 7 
ગાંધીનગર - 6
કચ્છ - 1

(10:36 am IST)