Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વડોદરાના ત્રણ ડોક્ટર્સને આજવા રોડ પરના કોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડાયા

આજવા રોડ પરના કોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા

વડોદરામાં કોરોનાવાયરસનાં દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સમાં પણ કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. વડોદરાના 3 ડોક્ટર્સને આજવા રોડ પરના કોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

 બીજી તરફ સેન્ટ્રલ જેલના કેદીમાં પણ કોરોના વાયરસનાં લક્ષણો જતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. તો આઇસોલેશન વોર્ડનો સર્વન્ટ પણ શંકાસ્પદ જણાઇ આવ્યા છે.

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ છે. પરંતુ સરકારના આદેશ બાદ જરૂરી ચીઝ વસ્તુઓની સપ્લાઈ શરૂ રાખવામાં આવી છે.

(10:52 am IST)