Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના કહેર વચ્ચે અંબાજી મંદિર દ્વારા ઐતિહાસિક નિર્ણય : સોશિયલ મીડિયાથી થશે જીવંત પ્રસારણ

ઘટ સ્થાપનનું જીવંત પ્રસારણ કરાયું : માઇ ભક્તો નવરાત્રીના અનુષ્ઠાન ઘરે બેઠા કરી શકે તેવું આયોજન

અંબાજી : આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. કોરોનાવાયરસની દહેશતના કારણે અંબાજી મંદિર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રીએ ઘટ સ્થાપનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. અને માઇ ભક્તો નવરાત્રીના અનુષ્ઠાન ઘરે બેઠા કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. કોરોનાના કારણે શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

  એક તરફ કોરોનાને કારણે દેશ લોકડાઉન છે.અને બીજી તરફ આજે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.અંબાજીમાં આજે યાત્રિકો વગર ઘટ સ્થાપન કરાયું અને આસપાસના બજારો પણ બંધ જોવા મળ્યા હતાં. સાથેજ રોડ રસ્તાઓ પણ કોરોનાના કહેરને કારણે સુમસામ જોવા મળ્યા હતા.

  અત્રે ઉલ્લેખનિય છે કે જીવન જરૂરીયાતની વસ્તુંઓની દુકાન ખુલ્લી જોવા મળી હતી. કોરોના ના દહેશત ને લયી આજે ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ.અંબાજી માં ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ અંબાજી મંદિર માં યાત્રિકો વગર કરાશે ઘટ સ્થાપન કરાયું હતું.

(9:53 am IST)