Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

અમદાવાદમાં કોરોના સામે લડત : સોસાયટીનાં રહીશોનું સફાઈ અભિયાન :આખી સોસાયટી અને ઘરોને કર્યા સાફ

જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો: સેનિટાઇઝર અને મસ્કની પણ સોસાયટીમાં વિશેષ વ્યવસ્થા

 

અમદાવાદ :અમદાવાદના શહેરનાં નાના ચિલોડા વિસ્તારમાં આવેલા શ્રીનાથજી એવન્યુ ફ્લેટનાં રહીશો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, સોસાયટીનાં તમામ યુવાનો અને રહીશોએ સાથે મળી . સોસાયટીના 20થી વધુ યુવાનોએ ભેગા મળી ચાર ચારની ટુકડી બનાવી તમામ  ફ્લેટોને સેનિટાઇઝર દ્વારા સાફ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં એક પછી એક મકાનોમાં પોતું કરી સેનિયાઇઝરથી સફાઈ કરવામાં આવી સાથે સમગ્ર સોસાયટી એરિયામાં પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો હતો. સમગ્ર સોસાયટી વિસ્તારની સાફ સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

  અંગે સોસાયટીનાં સેક્રેટરી દિનેશ સિંગે જણાવ્યું કે, અમે અમારી સોસાયટીનાં કમિટિ મેમ્બરો સહિત સૌએ નક્કી કર્યું કે, સોસાયટીની સફાઈ ખૂબ જરૂરી છે. તેથી એક એક સીડી અને ગાર્ડન તથા પાર્કિંગ એરિયાની સફાઈ તથા સેનિટાઇઝરનો  ઉપયોગ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. જેમાં અમારી આખી સોસાયટીએ સાથે મળી પૂરેપૂરો સહયોગ આપ્યો. અમોએ સોસાયટીનાં મેઇન ગેટ પણ બંધ રાખ્યો છે. બહારની વ્યક્તિઓને અંદર આવવાની મનાઈ છે અંદરની વ્યક્તિને પણ વિશેષ કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. સેનિટાઇઝર અને મસ્કની પણ સોસાયટીમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

  સોશિયલ વર્કર અને શ્રીનાથજી એવેન્યુંનાં કમિટિ મેમ્બર જગદીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કોર્પોરેશન કે પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની સફાઈ કામગીરી કરવામાં આવી નથી. દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી. પરંતુ જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી છે તેની સામે અમે સોસાયટીના રહીશોએ જાતે સફાઇનું બીડુ ઉપાડયું છે. કોરોના વાયરસ સામે અવેરનેસ સાવચેતીનો એકમાત્ર ઉપાય છે. અમે અમારી સોસાયટીના સભ્યો તથા યુવા મિત્રોએ કોરોનાને માત આપવા જાતે અભિયાન ઉપાડયું છે.

 શ્રીનાથજી એવેન્યુ ફ્લેટનાં રહીશોએ જાતે સાફ-સફાઈનું ચોથા વર્ગના કર્મચારીઓનું કામ ઉપાડયું છે. કોઈ મોટું નહીં કોઈ નાનું નહીની ભાવનાથી કોરોનાને માત આપવા સૌ તૈયાર થયા છે. અન્ય લોકો પણ જાતે કોરોનાને નાથવા આવા પ્રયત્નો હાથ ધરે તે જરૂરી બને છે. ઘરમાં રહો, ઘરને સ્વચ્છ રાખો સોસાયટીને સ્વચ્છ રાખો માસ્ક નો ઉપયોગ કરો. સેનિટાઇઝરથી પોતાના હાથને વારંવાર સ્વચ્છ કરો તે જરૂરી છે.

 

(12:06 am IST)