Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પ્રશ્નો ઉકેલાતા પાટીલનો આભાર માનતા શિક્ષક આગેવાનો

ગાંધીનગર : રાજ્‍ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્‍યું તે અંતર્ગત રાજ્‍યના વિવિધ શિક્ષણ મંડળો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી..આર.પાટીલનો આભાર વ્‍યક્‍ત કરી શુભેચ્‍છા મુલાકાત કરવામા આવી. શ્રી સી.આર.પાટીલે જણાવ્‍યું કે, માધ્‍યમિક શિક્ષક મંડળની આઠ જેટલી વિવિધ માંગણીઓ હતી તે તમામ માંગણી સ્‍વીકારી તે બદલ રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનો આભાર વ્‍યકત કર્યો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્‍યા. માધ્‍યમિક શિક્ષક મંડળ દ્વારા કરવામાં આવેલ તમામ માંગણીઓ વ્‍યાજબી હતી જેની રજૂઆત રાજય સરકારને કરી હતી. રાજય સરકારે સમયસર માંગણી સ્‍વીકારી. આ પ્રસંગે પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંડલના પ્રમુખ શ્રી જે.પી.પટેલ, શિક્ષણ સેલના સંયોજક મહેન્‍દ્રભાઈ પાડલીયા, શિક્ષણ સેલના સહ સંયોજક મનુભાઈ પાવરા તેમજ મંડળોના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:26 pm IST)