Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પરિણીતાની આબરુ લેવાનો પ્રયાસ કરનાર સોજીત્રાના યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સોજીત્રા:ખાતે રહેતી એક પરિણીતાની આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવતા આ અંગે પરિણીતાએ પતિ સાથે સોજીત્રા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

મળતી વિગતો અનુસાર ૩૧ વર્ષની પરિણીતાની બાજુમાં જ રહેતા ઈમરાન અબ્દુલભાઈ વ્હોરા દ્વારા પરિણીતા સાથે યેનકેન પ્રકારે વાતચીત કરવાનો તેમજ તેણી બહાર નીકળે તો પીછો કરાતો હતો જેથી તેના મલિન ઈરાદાને પામી ગયેલી પરિણીતાએ તેની સાથે વાત જ કરવાનું બંધ કરી દીધું હતુ. પરંતુ ગત ૧૬મી તારીખના રોજ પરિણીતા પોતાના સંતાનોને ટેલિફોન એક્સચેન્જ સામે આવેલી નિશાળે મુકવા માટે આવી હતી ત્યારે ઈમરાને તેણીનો હાથ પકડીને તમો ખુબસુરત છો, મને બહુ ગમો છો મારી સાથે સંબંધ રાખ તેમ જણાવીને જાતીય સતામણી કરી હતી. પરિણીતાએ હાથ છોડાવીને ઘર તરફ પ્રયાણ કરતા રસ્તામાં પાછળ-પાછળ આવેલા ઈમરાને પોતાની માંગણી ચાલુ જ રાખી હતી. જેથી ઘરે આવીને પોતાના પતિને વાત કરતાં આ અંગે ફરિયાદ આપી હતી. 

(5:49 pm IST)
  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • પહેલી એપ્રિલથી ઘર ખરીદવાનું થશે સસ્ત:નિર્માણાધીન એફોર્ડેબલ પ્રોજેક્ટ પર 8 ટકાને બદલે 1 ટકા જ્યારે અન્ય મકાનો પર 12 ટકાને બદલે 5 ટકા ટેક્સ લાગશે. access_time 11:00 am IST