Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુકેલા પાણીના મશીન શોભાના ગાંઠિયા બન્યા:મુસાફરોને ભારે મુશ્કેલી

મશીન પર જ સ્ટીકર મારી દેવાયા કે, મશીન બંધ હાલતમાં છે

 

અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ, અદ્યતન સુવિધાની વાતો વચ્ચે રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાને લઈ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. પાણીની સુવિધા માટે મૂકવામાં આવેલા મશીનો બંધ છેજેથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે

   મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી 5 રૂપિયામાં એક લીટર પાણીની વ્યવસ્થા ગોઠવાઈ છે આમ છતાં મુસાફરોને 20 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. IRCTC મુકેલા RO યુક્ત પાણીના મશીન બંધ હોવાથી મુસાફરોને સસ્તા અને સારા પાણીની હેરાની ઉઠાવી પડી રહી છે.

    અદ્યતન સુવિધા સાથેના RO પાણીના મશીન રેલવે વિભાગ અને IRCTC દ્વારા મુસાફરોની સવલત માટે મુકવામા આવ્યા છે. જેથી મુસાફરોને જે એક લીટર પાણીની બોટલ માટે 20 રૂપિયા અને રેલવે સ્ટેશન પર રેલવે નીરની પાણીની બોટલ 15 રૂપિયામાં મળે છે. તેની સામે   મશીનની મદદથી મુસાફરોને તે એક લીટર પાણી અને RO ફિલ્ટર પાણી 5 રૂપિયામાં મળી શકે. જોકે મશીન પર સ્ટીકર મારી દેવાયા કે, મશીન બંધ હાલતમાં છે. જેના કારણે મુસાફરોને 15 અને 20 રૂપિયામાં એક લીટર પાણી ખરીદવું પડે છે. અથવા તો રેલવે સ્ટેશન પર રહેલા પાણીની પરબ કે, જ્યાં લોકો પાણી ઓછું પીવે અને હાથ-મોં વધુ સાફ કરશે. ત્યાંથી પાણી ભરવું પડે છે. જેથી મુસાફરો પણ રેલવેની બંધ પડેલી પાણીની સુવિધા થી નારાજ જોવા મળ્યા હતા .

(12:25 am IST)