Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાન રિજિયનમાં શારદા યુનિવર્સિટીનો પ્રારંભ કરાવ્યો

ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોને આ શૈક્ષણિક સંસ્થા વધુ મજબૂત બનાવશે

 

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાન રિજિયનમાં શારદા યુનિવર્સિટીનો પ્રારંભ કરાવ્યો હતો. યુનિવર્સિટી ઉઝબેકિસ્તાનના અંદિજાન અને ફરગના પ્રદેશના યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટ સાથે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની સુવિધાઓમાં મહત્વની ભૂમિકા નિભાવશે. મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરી રહેલા શારદા ગ્રૂપે બે કરોડ રુપિયાના ખર્ચે અંદિજાન-ફરગના રિજિયનમાં પ્રથમ સ્વતંત્ર ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની કરેલી પહેલની સરાહના કરી હતી.

 

   યુનિવર્સિટીમાં વિશ્વના વિવિધ દેશોના યુવાઓ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, બાયો મેડિકલ, સ્ટેમ સેલ- જીવ વિજ્ઞાનનું ગ્લોબલ એજ્યુકેશન મેળવશે. શારદા યુનિવર્સિટીનો પ્રારંભ મધ્ય એશિયામાં ભારતની એક ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાની મૌજૂદગી બન્યો છે. વિજયભાઈ રૂપાણીએ ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોને શૈક્ષણિક સંસ્થા વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ યુનિવર્સિટીનો પ્રારંભ કરાવતા દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીનું યુનિવર્સિટીના પ્રાંગણમાં બેન્ડની સુરાવલિ સાથે ઉષ્માપૂર્ણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  સિવાય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. ભૂમિપૂજન સમારોહમાં આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતાં. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ 2019માં ઉઝબેકિસ્તાનના ગવર્નર અને કેડિલા ફાર્મા વચ્ચે થયેલા MoU અંતર્ગત નવતર સાહસ શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતાં.
  
અત્રે ઉલ્લેખનીય છે કે કેડિલા ફાર્મા ૫૦ મિલિયન યુએસ ડોલર્સના રોકાણ સાથે ઉઝબેકિસ્તાનમાં પોતાનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ શરૂ કરવાની છે. પ્લાન્ટ ઉઝબેકિસ્તાનમાં ગુણવત્તાયુક્ત અને કિફાયતી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં પ્રશંસનીય કદમ બનશે

(10:56 pm IST)