Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર કમલેશ હત્યાનો ઘટનાક્રમ

મિઠાઈ લઈને કમલેશની ઓફિસે પહોંચ્યા હતા

લખનૌ,તા. ૧૯ : સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર કમલેશ તિવારી હત્યા કેસનો ભેદ ૨૪ કલાકની અંદર જ ઉકેલી દેવામાં આવ્યો છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશની પોલીસે જોરદાર સંકલન જારી રાખીને આ કેસમાં ૨૪ કલાકના ગાળામાં જ હત્યાના કાવતરાને ઘડનાર તથા હત્યાને અંજામ આપનાર આરોપીઓને ધરપકડ કરી લીધી છે. ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હત્યાના મામલામાં સુરતમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓની કઠોર પુછપરછ કરવામાં આવી રહી છે. કમલેશ તિવારી હત્યા કેસમાં મર્ડરથી લઈને આરોપીઓની ધરપકડ સુધી સમગ્ર ઘટનાક્રમ નીચે મુજબ છે.

મિઠાઈ લઈને ઓફિસ પહોંચ્યા હતા

હત્યાકાંડમાં સામેલ રહેલા ત્રણ શંકમંદોને સુરતમાંથી કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. તમામની પુછપરછ ચાલી રહી છે. શુક્રવારના દિવસે કમલેશને તેના ઘરે મળવા માટે પહોંચ્યા હતા. ઘરમાં બનેલી ઓફિસમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. ત્યારબાદ સાથે ચા પણ પીધી હતી. હત્યારાઓના હાથમાં મિઠાઈ પણ હતી. આ મિઠાઈના આધાર ઉપર હત્યાનો ખુલાસો થયો છે. દરોડામાં ત્રણ શખ્સો સુરતમાં ઝડપાઈ ગયા છે. મળેલી માહિતી મુજબ હુમલાખોરોએ ગળુ દબાવતા પહેલા કમલેશ તિવારીને ગોળી મારી હતી. ત્યારબાદ ત્યાથી ફરાર થઈ ગયા હતા.

મુલાકાત પહેલા હુમલાખોરોએ કોલ કર્યા હતા

કમલેશને ઉતાવરમાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હુમલાખોરોએ કમલેશ તિવારીને મલતા પહેલા કોલ કર્યા હતા.

હત્યા બાદ હોબાળો, ચક્કાજામ

કમલેશ તિવારીને દિનદહાડે હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પાટનગરમાં જુદા જુદા સ્થાનો પર કમલેશના સમર્થકોએ દુકાનો બંધ કરાવી હતી. કેટલીક જગ્યાએ કમલેશના સમર્થકોએ ચક્કાજામ કરીને તોડફોડ કરી હતી.

તપાસ માટે ત્રણ સભ્યોની સીટ

મામલાની ગંભીરતા લઈને ઉત્તરપ્રદેશ સરકારે લખનૌના પોલીસ મહાનિર્દેશક એસકે ભગતના નેતૃત્વમાં ત્રણ સભ્યની સીટની રચના કરી છે. આ ટીમે તરત તપાસ હાથ ધરી છે. ગુજરાત એટીએસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મિઠાઈના ડબ્બાના આધાર ઉપર સુરત જિલ્લાની જે દુકાન સાથે સંબંધિત હતુ ત્યાંથી આસપાસના સીસીટીવી ફુટેજ આધાર ઉપર તપાસ કરવામાં આવી હતી.

પત્નિની રજુઆત પર એફઆઈઆર

કમલેશની પત્નિ કિરણની રજુઆત પર શુક્રવારની મોડી રાત્રે મુફતી, અનાવરુલ સહિત અન્ય એકની ધરપકડ કરી હતી. કિરણનો આક્ષેપ છે કે, કાજમી અને હકે ૨૦૧૬માં કમલેશની હત્યા કરવા માટે ક્રમશઃ ૫૧ લાખ અને ૧.૫ કરોડના ઈનામની જાહેરાત કરી હતી. આ બંને હત્યા માટે કાવતરૂ ઘડ્યુ હતું. બંનેની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે.

શનિવારે ત્રણ શંકમંદ કસ્ટડીમાં

આજે સવારે પત્રકાર પરિષદ યોજીને ડીજીપીએ કહ્યું હતું કે, સુચનાઓ અને પુરાવા મળ્યા બાદ નાની નાની ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાત કનેક્શન રહેલા છે. ત્યારબાદ ગુજરાતના ડીજીપી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. શખ્સોએ ગુન્હાની કબુલાત પણ કરી લીધી છે.

રશીદ પઠાણ માસ્ટરમાઈડ

ડીજીપીએ કહ્યું છે કે, રશીદ પઠાણ માસ્ટરમાઈડ તરીકે રહેલો છે. તે કોમ્પ્યુટર જાણકાર છે અને સિલાઈ કામ કરે છે. શરૂઆતી યોજના તેના દ્વારા બનાવવામાં આવી હતી. રહી ગયેલા અપરાધીઓની શોધખોળ જારી છે.

કોઈને છોડવામાં નહીં આવે : યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીના હત્યાના કેસમાં કોઈ લોકોને છોડવામાં નહીં આવે. યોગીએ કહ્યું છે કે, ભય ફેલાવવા માટે હત્યા કરવામાં આવી છે પરંતુ ભય ફેલાવનાર લોકોને કચડી નાખવામાં આવશે.

(8:19 pm IST)