Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બનાસકાંઠાના કાંકરેજમાં ખનીજ માફિયાઓની ખનન પ્રવૃત્તિને પકડી પાડવા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું: બે ટ્રકની અટકાયત કરતા ભુમાફિયાઓમાં ખળભળાટ

બનાસકાંઠા: જિલ્લાના કાંકરેજ તાલુકામાં પસાર થતી લોકમાતા બનાસનદીના પટમાં ખનીજ માફિયાઓ દ્વારા બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિ અને રોયલ્ટી ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હોઇ જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી ચોરીને પકડી પાડવા માટે શિહોરીમાં ઓચિંતી ચેકીંગ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી ચોરી કરતા બે ટર્બો ટ્રકને જપ્ત કરવામાં આવતા ભુમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

કાંકરેજ પંથકમાં રોયલ્ટી ચોરીને ઝડપી પાડવા માટે પાલનપુર ભુસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર શક્તિદાન ગઢવી એન સર્વેયર મેહુલ દવે ની ટીમે શુક્રવારની સવારે શિહોરીમાં વાહન ચેકીંગ ઝુબેશ હાથ ધરી હતી. જેમાં રેત ભરીને પસાર થઇ રહેલા બે ટર્બો ટ્રકને થોભાવી રેત અંગે પાસ પરમીટ માંગતા બંન્ને વાહન ચાલકો પાસે રેત અંગે કોઇજ પાસ પરમીટના હોઇ બંને વાહનો સહિત રૃ.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને રોયલ્ટી ચોરી મામલે વાહન માલિકોને રૃ.૪.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે બનાસકાંઠામાં રેતી તસ્કરી ને ડામવા માટે ખાણ ખનિજ તંત્રની ટીમે દ્વારા વહેલી સવારે ખાનગી વાહનોમાં ચેકીંગ શરૃ કરાયું હતું. જેમાં રોયલ્ટી ચોરી કરતી બે ટર્બો ટ્રક ઝડપાઇ હતી. જોકે ભુસ્તર અધિકારી સુભાસ જોશીની કડક કાર્યવાહી થી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(5:31 pm IST)