Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

થરાદની બેંકમાં વહેલી સવારે શોર્ટસર્કિટના કારણે આગ ભભુકતા અફડાતફડી: કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો

થરાદ: શહેરની દેના બેંકમાં શુક્રવારના વહેલી સવારે શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ બનવા પામ્યો હતો. જેમાં બેંકમાં રહેલ ઈલેક્ટ્રીક ઉપકરણો સહિત ફર્નિચર બળીને ખાખ તઈ ગયા હતા. જોકે રૃપિયા મુકેલ સ્ટ્રોંગ રૃમને કોઈ અસર થવા ન પામતા મોટું નુકસાન થવા પામ્યું ન હતું. થરાદ નગરપાલિકાના બે ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.

થરાદના વિજય વીગેશના મેડા પર આવેલ દેના બેંક (બેંક ઓફ બરોડા)ની શાખામાં ગુરુવારે રાત્રે અચાનક આગ લાગતા શોપીંગના મેડા પર ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના રહીશોને ખબર પડતાં વિજય શોપિંગમાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. તાત્કાલિક નગરપાલિકાના ફાયરને જાણ કરવામાં આવતા નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ બેન્કના સીક્યોરીટી ગાર્ડ બેન્ક મેનેજરને ફોન પર જાણ કરવામાં આવતા તાત્કાલિક બેંકના સ્ટાફ ઘટના સ્થળે હાજર થઈ ગયો હતો. અને આગ લાગવાથી બેંકનુ રેકડ તથા સીસીટીવી કેમેરા, ફર્નીચર, સીપીયુ, યુપીએસ બેટરી વિગેરેને મોટાપાયે નુકશાન થતા બળીને રાખ થઈ ગયું હતું. આ અંગે બેંક મેનેજરને પુછવામાં આવતા જણાવેલ કે હાલ તો પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળેલ છે.

(5:27 pm IST)