Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગાંધીનગર નજીક ઘરમાં ધમધમતા બોગસ કોલસેન્ટર સામે પોલીસે લાલ આંખ કરી: રાયસણમાં દરોડા પાડી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરનાર યુવકને પોલીસે દબોચ્યો

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બોગસ કોલ સેન્ટર સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે રાયસણમાં પીડીપીયુ પાછળ આવેલા મકાનમાં દરોડો પાડી ઘરમાં બોગસ કોલ સેન્ટર ચલાવી અમેરીકા સહિતના વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપી તેમની સાથે છેતરપીંડી કરતાં યુવાનને પકડી પાડયો છે. જેની પાસેથી લેપટોપ, મેજીક જેક, ફોન, પેન ડ્રાઈવ અને અન્ય ડોકયુમેન્ટ મળી ૪૬૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ આરોપીને કોર્ટમાં રજુ કરી પોલીસે બે દિવસના રીમાન્ડ પણ મેળવ્યા છે. 

રાજયમાં બોગસ કોલ સેન્ટરો સામે પોલીસની તવાઈ આવ્યા બાદ ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારની પ્રવૃતિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એલસીબીને તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી બોગસ કોલ સેન્ટર ચલાવી લોકો સાથે છેતરપીંડી આચરતા લોકોને પકડવા સૂચના આપી હતી. 

(5:26 pm IST)