Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વડોદરામાં ફાયર સેફ્ટિનો અભાવ: ખાનગી-સરકારી બાંધકામમાં સ્થળે સેફટીના અભાવે ત્રણ અલગ-અલગ બનાવમાં ત્રણ શ્રમજીવીના મોત નિપજતા અરેરાટી

વડોદરા: શહેરમાં સ્માર્ટ સિટી વડોદરામાં શ્રમજીવીઓના જીવની કોઇ કિંમત નથી એટલે જ અહીં ઇન્ડસ્ટ્રિઝ હોય કે ખાનગી-સરકારી બાંધકામ થતું હોય કોઇ પણ સ્થળે સેફ્ટીની નિયમોનું પાલન થતું નથી. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે શુક્રવારે સવારે ૯ થી ૧૨ વાગ્યાના ૩ કલાક દરમિયાન અકસ્માતોના અલગ અલગ ૩ બનાવોેમાં ૩ શ્રમજીવીઓના મોત થયા છે. આ ૩ બનાવોમાં શ્રમજીવીઓ હેલમેટ, સેફ્ટી સુઝ અને સેફ્ટી બેલ્ટ જેવા સેફ્ટીના સાધનો વગર જ કામ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. જો હેલમેટ હોત તો ત્રણેય શ્રમજીવીઓના જીવ બચવાની શક્યતાઓ હતી. હેલમેટ અને સેફ્ટી બેલ્ટ વગર વાહન ચાલકોને દંડતુ તંત્ર ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો સામે કેમ માયકાંગલુ પુરવાર થાય છે

શહેરના બાપોદ વિસ્તારમાં બંધાઇ રહેલ રત્નમ રંગવાટિકા બિલ્ડિંગમાં પંચમહાલ જિલ્લાના મંગળપુરાનો ૩૪ વર્ષનો યુવક દેવેન્દ્ર રતનસિંહ બારીયા કામ કરી રહ્યો હતો ત્યારે આજે સવારે ૧૨ વાગ્યાના અરસામાં  ચોથા માળેથી દેવેન્દ્રના માથા પર પાટિયું પડતા તે સ્થળ પર જ ઢળી પડયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો

(5:23 pm IST)