Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અંતે અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘને દિલ્હી એન.એસ.જી. ના ડીજીપી તરીકે મુકતો હુકમ અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ ? ચર્ચા શરૂ

રાજકોટ : અમદાવાદના  પોલીસ કમિશ્નર એ.કે.સિંઘને ડાયરેકટર જનરલ ઓફ નેશનલ સીકયુરીટી ગાર્ડ (એન.એસ.જી. ) ના ડીજીપી તરીકે  મુકવાનો નિર્ણય એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબીનેટ મીનીસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લીક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનીંગ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સમિતા સારંગી દ્વારા કરવામાં આવ્યો છે. તેઓ ર૦ર૦ ના સપ્ટેમ્બર માસ સુધી આ હોદા પર ચાલુ રહેશે ત્યારબાદ આગળનો હુકમ કરવામાં આવનાર હોવાનું પણ સૂત્રો જણાવે છે.

૧૯૮પ બેચના એ.કે.સિંઘ રાજય પોલીસ તંત્રમાં  સ્વચ્છ છબી ધરાવતા કાર્યદક્ષ અને પ્રમાણીક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ બનશે ? તે અંગેના અનુમાનો અને અટકળો વચ્ચે હાલ તુર્ત કોઇ સીનીયર અધિકારીને આ ચાર્જ આપવામાં આવશે. હાલના તબકકે આ સ્થાન માટે ૧૯૮પ બેચના આશીષ ભાટીયા કે જેઓ ડીજીપી કક્ષાના ખુબ જ અનુભવી અને અમદાવાદનો બહોળો અનુભવ ધરાવતા અધિકારી માટે ઉજળા સંજોગો હોવાનું પણ સૂત્રો જણાવે છે.

(8:44 pm IST)