Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ધમકી આપનાર નામચીન રવિ પૂજારી આફ્રિકન દેશ સેનેગલમાંથી ફરાર

પૂજારી સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાયેલી છે.

 

ગુજરાતી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ધમકી આપવા માટે નામચીન રવિ પૂજારી આફ્રિકન દેશ સેનેગલમાંથી ફરાર થયો છે રવિ પૂજારી ડોન છોટા રાજનનો નિકટનો સાથીદાર ગણાય છે. વર્ષે તેની સેનેગલમાં ધરપકડ કરાઈ હતી પોલીસે સ્વીકાર્ય છે કે, રવિ પૂજારી સડક માર્ગે આફ્રિકન દેશમાંથી ફરાર થઈ ગયો છે. રવિ પૂજારી સેનેગલમાં એન્થની ફર્નાન્ડીઝના નામથી રહેતો હતો અને પોતાને બુર્કીના ફાસો નામના દેશનો નાગરિક ગણાવતો હતો.

    રવિ પૂજારી સામે ભારતમાં 200 ગુના નોંધાયેલા છે. જેમાંથી 26 ગુના ગુજરાતમાં છે. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે, રવિ પૂજારીના નિશાના પર ગુજરાતના 70 લોકો હતા.તે ગુજરાતમાં વારંવાર ખંડણી માટે ફોન કરતો હતો.ત્રણ થી ચાર મામલા એવા છે જેમાં પીડિતોએ પૂજારીને ખંડણી પણ આપી છે.

   અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીનુ કહેવુ છે કે, ખંડણીના 26 મામલામાં અમે તપાસ કરી રહ્યા છે. મામલાઓની જવાબદારી રવી પૂજારીએ લીધેલી છે.સૂત્રોનુ કહેવુ છે કે, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય રવી પૂજારીની ભાળ મેળવવા માટે સેનેગલ સરકારના સંપર્કમાં છે.

(10:52 pm IST)