Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

૧ હજાર ગ્રામ–સ્તરના જન સાથીઓ ઇન્ડિયા એકશન પ્રોજેકટમાં જોડાયા

અમદાવાદઃ સમગ્ર રાજયમાંથી ૧૦૦૦ ગ્રામ્ય–સ્તરના જન સાથીઓ ૭૫માં સ્વતંત્રતા દિવસ પર સિવિક–ટેક સ્ટાર્ટઅપ ઇન્ડિયા એકશન પ્રોજેકટમાં જોડાયા છે. બહુભાષી જનસંબંૅધ એપ્લિકેશન દ્વારા તેમના ગામમાં લાયક નાગરિકોને જનકલ્યાણ યોજનાઓ અને નજીકની નોકરીઓને મેપ કરી કનેકટ કરવા માટે તાલીમ પામેલ છે. ઇન્ડિયા એકશન પ્રોજેકટ મીડિયા ઉદ્યોગસાહસિક શ્રુતિ ચતુર્વેદી દ્વારા સ્થપાયેલી કંપની છે. જયાં ભારતીય યુવાઓનો સમૂહ ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષમતાઓને ખોલવાના મિશન પર કાર્યરત છે.
આ સ્ટાર્ટઅપ, ડેટા, ટેકનોલોજી અને કોમ્યુનિકેશન મોડલ્સના અર્થપૂર્ણ ઉપયોગ દ્વારા ભારતના સૌથી મહત્વના પડકારોને હલ કરવાનો હેતુ ધરાવતો હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(3:31 pm IST)