Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ઓટોમેટિક પીસ્ટલ, 10 કાર્ટીઝ, સુઝુકી બલેનો કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂ. 7.93 લાખનો મુદ્દામાલ પકડી મોટી સફળતા હાંસલ વલસાડ પોલીસે કરી:વલસાડ જિલ્લા પોલીસે વધુ એક અપહરણ કરનારી ગેંગને પકડી મોટી સફળતા મેળવી

બિહારની ગેંગ વિશે 'અકિલા' સાથે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ વાતચીતમાં જણાવ્યું કે આ ટ્રફ માં ટ્રફ હોઈ છે ક્રાઇમ પ્રિવેન્ડ કરવુ આવડું મોટું ક્રાઇમ જે બિહારની ઓર્ગેનાઈઝ ગેંગ છે જેને પહેલા 2020 માં અપહરણ કરી ૫૦ લાખ ખંડણી લેવામાં સફળ પણ થયા હતા :આ ગેંગે 2 ટાર્ગેટ નક્કી પણ ક્યા હતા પણ પોલીસે તેને દબોચી લીધા પોલીસે cctv પણ તપાસ કર્યા : ગેંગ ના આરોપીઓ એ 6 થી 7 જગ્યાએ રેકી પણ કરી હતી:એક કરોડની ખંડણી મેળવવાનું કાવતરૂ રચી પુરતી તૈયારી સાથે નીકળેલા ગેંગના આરોપીઓને વલસાડ જિલ્લા પોલીસે છઠ્ઠી યાદ કરાવી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસે ઉમરગામના બિલ્ડરને દેશની ટોચની અપહરણ ગેંગના સકંજામાંથી છોડાવી ગેંગને જૈર કરી મોટી સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ પણ વલસાડ પોલીસ દ્વારા સેલવાસના બિલ્ડર અને વાપીના ઉદ્યોગપતીનું અપહરણની ઘટનાને અંજામ આપનારી યુપી બિહાર અને કેરળના ગેંગસ્ટરની ગેંગ પકડી પાડી તેમની પાસેથી ઓટોમેટિક પીસ્ટલ, 10 કાર્ટીઝ, સુઝુકી બલેનો કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂ. 7.93 લાખનો મુદ્દામાલ પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. જિલ્લા પોલીસવડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ જયદિપસિંહ ચાવડા, એલ.જી.રાઠોડ, એએસઆઇ રાકેશભાઇ રમણભાઇ, કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ,બહાદુરસિંહ, રાજેશભાઇએ લવાછા-પીપરીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા.

એ દરમિયાન ASI રાકેશકુમાર ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની નંબર વગરની મારૂતિ સુઝુકી બલેનો કારમાં પાંચ જેટલા ઇસમો ઘાતક હથિયારોથી સજ્જ થઇ સેલવાસ ખાતે સામરવરણી વિસ્તારમાં ઓફિસ તથા રખોલી વિસ્તારમાં રહેણાંક ધરાવતા અગ્રણી બિલ્ડર ભરત પાંચાલ નાઓનું તેમની મર્સિડીઝ કાર નંબર DN-09 Q-3600 માંથી કોઇ પણ રીતે અપહરણ કરી તેના પરીવાર પાસેથી બિલ્ડરને છોડાવવાના બદલામાં રૂ. એક કરોડની ખંડણી મેળવવાનું કાવતરૂ રચી પુરતી તૈયારી સાથે નીકળેલા છે. જે બાતમી આધારે ડુંગરા પોલીસ ટીમ દ્રારા બલેનો કારને રોકવાનો ઇશારો કરતા કાર ચાલકે કાર પુરઝડપે ચલાવતા પોલીસે તેનો પીછો કરી લવાછા-પીપરીયા ચેકપોસ્ટ પાસે અટકાવતા એક આરોપી કારનો દરવાજો ખોલી નાશી ગયેલ અને કારમાં સવાર અન્ય ચાર આરોપીઓ પકડાઇ ગયા હતા. 

જેમાં પોલીસે ટુન્નુસીંગ ઉર્ફે જયસીંગ ઉર્ફે જય બ્રિજકિશોરસીંગ ઉ.વ.૨૪ હાલ રહે.સામરવરલી સેલવાસ મૂળ રહે.ગામ-ધનેછપરા,પોસ્ટ-હાફિસપુર,થાના-જનતા,જી.છપરા(બિહાર), શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસીંગ ઉ.વ.૨૨ હાલ રહે.હરિયાપાર્ક ડુંગરા મૂળ રહે.ગામ-છેવાડ પશ્ચિમ,થાના-લાલગંજ,જી.આજમગઢ (ઉત્તર પ્રદેશ), ફેલીક્સ સીબુ થોમસ ઉ.વ.૨૦ હાલ રહે.અમનપાર્ક બિલ્ડીંગ ડુંગરા મૂળ રહે.ગામ-મનકરા,જી.કોલ્લોમ (કેરળ),  અમિત જયપ્રકાશસીંગ ઉ.વ.૧૮ રહે.દિલીપનગર ડુંગરા મૂળ રહે.ગામ-ગૌરી,જી.સાસારામ (બિહાર) હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે ભાગી ગયેલો આરોપી વિશાલ ઉર્ફે કાલુ હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે તેમની તપાસ કરતાં ટુન્નુસીંગ પાસેથી એક ઓટોમેટીક પિસ્તોલ તથા પિસ્તોલમાં ભરાવેલ એક મેગેઝીન તથા તે મેગેઝીનની અંદર લોડ કરેલા કાર્ટીઝ નંગ-૧૦ મળી આવી હતી. પોલીસે તેમની પુછતાછ કરતા તેની સાથેનો તેનો મિત્ર શ્રીકેશ ઉર્ફે પોલુ છેલ્લા ચારેક મહિનાથી વલસાડ જીલ્લામાંથી તડીપાર થતાં હાલમાં સેલવાસના સામરવરણી વિસ્તારમાં રહેતો હોય તથા આ અગાઉ પણ ટુન્નુસીંગે પોતાના મિત્ર ફેલીક્સ સહિત અન્ય આરોપીઓ સાથે મળી ગત ફે્બ્રુઆરી-૨૦૨૦ માં વાપી જી.આઇ.ડી.સી.વિસ્તારમાં એક અગ્રણી ઉદ્યોગપતિ અમિત શાહનું તેની જ કારમાં અપહરણ કરી રૂપિયા પચાસ લાખની ખંડણી લઇ છોડી દીધો હતો.

જેની સફળતા બાદ તેઓ વાપી ગુંજન વિસ્તારમાં રહેતા તથા દાદરા વિસ્તારમાં નારાયણી પ્લાસ્ટો ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા એલ.આઇ.સી.કંપનીના મેનેજર તથા બ્રાઉન કલરની મર્સીડિઝ C ક્લાસ કાર નંબર DN-09 J-2525 માં ફરતા નારાયણ એમ શેટ્ટી નામના ઉદ્યોગપતિનું અપહરણ કરી મોટી રકમની ખંડણી માંગવાના ઇરાદે રેકી કરી હતી. ઘટનાને અંજામ આપવા નિકળ્યા હતા. જોકે, વલસાડ પોલીસની ચપળતાથી તેઓ ઘટનાને અંજામ આપે એ પહેલાં જ હથિયારો સાથે પકડાઇ ગયા હતા. જેના કારણે વલસાડ અને સેલવાસમાં અપહરણની ઘટના ટળી શકી હતી

(9:43 pm IST)
  • દેશમાં ભયંકર રીતે ફેલાય રહેલ કોરોના સંક્રમણ : આજે સળંગ ચોથા દિવસે નવા કોરોના કેસ 2 લાખ ઉપર નોંધાયા : છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં 2,71,000 થી વધુ નવા કેસ અને 1570 દુઃખદ મૃત્યુ નોંધાયા : રાત્રે 11 વાગ્યે હજુ બે રાજ્યોના કેસ રિપોર્ટ થવાના બાકી access_time 11:26 pm IST

  • અમરેલીમાં રપ એપ્રિલ સુધી બપોરે ૩ વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા વેપારી એસો.નો સ્વયંભૂ નિર્ણય આવશ્યક ચીજવસ્તુની દુકાનો માટે પણ સમય નકકી કરાયો access_time 1:06 pm IST

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોટો નિર્ણય: પશ્ચિમ બંગાળમા તમામ ચૂંટણી સભાઓ રદ્‌ : જાહેર: અન્ય પક્ષોને અનુરોધ : વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને કોંગ્રેસના સંસદ શ્રી રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ જાહેર કરી હોવાની ટ્વીટ કરી જાણકારી આપી છે અને બીજી રાજકિય પાર્ટીના નેતાઓને પણ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે. access_time 12:21 pm IST