Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદમાં પ્રબુધ્ધ લોકોએ અમદાવાદમાં સ્વયંભુ બે સપ્તાહ લોકડાઉન જરૂરી : ડોકટરો સંતસમાજ અને કલા ક્ષેત્ર સાથે જાડાયેલા લોકો અને પોતાની લાગણી વ્યકત કરી

અમદાવાદ : રાજ્યભરમાં વકરી રહેલા કોરોના કેસોને પગલે જુદા જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ એક પ્લેટફોર્મ પર આવ્યા હતા. તેમણે સાથે મળીન સ્વંયભૂ લોકડાઉનની માગ કરી છે. ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓએ એકસાથે મળીને લોકડાઉનની માંગ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ડો. દિલીપ માવળંકર, ડો. મુકેશ મહેશ્વરી, ડો. વસંત પટેલ, અભિલાશ ઘોડાએ સ્વંભૂ લોકડાઉનની અપીલ કરી છે. સાથે તેમણે શું કહ્યું તે પણ જાણીએ.

ડો. વસંત પટેલે કહ્યું કે, હાલ રાજ્યભરમાં હોસ્પિટલ ફૂલ છે, બેડ નથી મળી રહ્યા, સ્ટ્રેઇનમાં ઓક્સિજનની જરૂર દર્દીઓને પડી રહી છે. જે સમસ્યા સર્જાઇ છે તે જોતા અમે સરકારને લોકડાઉનની અપીલ કરીએ છીએ. ગુજરાતના લોકો સ્વયંભૂ લોકડાઉન કરે તેવી અપીલ કરીએ છીએ. તો ડો. મુકેશ મહેશ્વરીએ કહ્યું કે, સ્વયંભૂ લોકડાઉન જરૂરી છે, આર્થિક નુકસાન થશે પણ હવે સમયની જરૂરિયાત લોકડાઉન છે. આપણે એકબીજાને મદદ કરવી પડશે. ડોકટરો 24 કલાક સેવામાં હાજર છે. આપણે ભેગા રહીશું તો જીતી શકીશું. હાઇકોર્ટે પણ કેટલાક સૂચનો સરકારને આપ્યા છે. હાલ આપણે સરકારની સાથે રહેવાની જરૂર છે. બે અઠવાડિયા હાલ લોકડાઉન ખુદ કરીએ જરૂરી છે.

ડો. દિલીપ માવળંકરે કહ્યું કે, ગયા વેવ કરતા વેવ ત્રણ ગણી ગતિથી આગળ વધી રહ્યો છે. ICU ફૂલ છે, દવા ખૂટી રહી છે, ઓક્સિજનની ઉણપ થઈ રહી છે, ડોક્ટરો પણ થાક્યા છે. સ્થિતિમાં સરકાર જે કરે એમાં આપણે શું કરી શકીએ જરૂરી છે. રોગ લોકોને થઈ રહ્યો છે, સરકારનો રોગ નથી. આજે rtpcr ના ટેસ્ટ માટે ઇન્તેજાર કરવો પડે છે, રિપોર્ટ અવવામાં સમય લાગી રહ્યો છે. તેથી રસી લેવાના ક્રાઇટેરિયામાં હોઈએ તો રસી ફરજીયાત લેવી જોઈએ. રસીથી કઈ થતું નથી, 90 - 100 વર્ષના લોકોએ પણ રસી લીધી છે. જેટલી ઝડપથી રસીકરણ થશે એટલો લાભ મળશે. આસપાસના લોકોને મદદ જોઈએ તો મન તન ધન અને લાગવગ લગાવીને મદદ કરવાનો સમય આવ્યો છે. હું તો પ્રેક્ટિસ નથી કરતો પણ જે કરી રહ્યા છે જાણે છે કે સ્થિતિ કેવી છે. નવો સ્ટ્રેઈન આવે છે અને આવ્યા કરશે. લડાઈ ટૂંક સમયમાં જીતીશું એવું લાગતું નથી. હજી પણ કેસો વધશે એવું લાગી રહ્યું છે.

તો જાણીતા નિર્દેશક અભિલાશ ઘોડાએ કહ્યું કે, ભૂતકાળમાં અમે ગેરમાર્ગે દોરાયેલા હતા, અમને હતું કે લોકડાઉનથી આર્થિક નુકસાન ખૂબ થશે. પણ અમે ટીવીના માધ્યમથી જે સ્થિતિ છે જોઈ. આજે હું કલાજગત તરફથી 14 દિવસના લોકડાઉનની અપીલ કરું છું. કલા જગતને અસર થશે પણ એક વર્ષથી સહન કરી રહ્યા છીએ ત્યારે હજુ 14 દિવસ સહન કરવાનો સમય છે.

તો કથાકાર રામેશ્વર બાપુએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં જે મહામારી ચાલી રહી છે બદલ ડૉક્ટર અને મીડિયા દેવત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. સાચી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છો. પાડોશી, શહેર, દેશ અને વિશ્વનું વિચારવું પડશે. ડોકટરોએ કહ્યું કે 15 દિવસ લોકડાઉન જરૂરી છે સમજવું પડશે. દરેક ધર્મગુરુ અહીં આવી શકે એવું નથી પણ દરેક ચિંતિત છે. સાધુ સંતોએ પોતાની જગ્યા હોસ્પિટલ સહિતની મદદ માટે આપી છે. ડોક્ટર અને મીડિયા હવે આપણા માટે ભગવાન છે. મીડિયા અને ડોકટરોની વાત માનીએ. તમે ગભરાશો નહીં, ડરશો તો બીમાર પડશો. રસી સૌ કોઈ લે જરૂરી છે. ડર્યા વગર લક્ષણ હોય તો ટેસ્ટ કરાવો. ઘરમાં રહો, પૂજા પાઠ બને તો કરો, નહીં તો સારા પુસ્તક વાંચો, ગીતાનું પાઠ કરો. ડોક્ટરોની સલાહ માનીએ. એક કથાકાર તરીકે અપીલ કરું છું કે, સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરીએ, જેમણે કરવાનું હતું એમની મજબૂરી હશે પણ હવે આપણે સમજીએ. જરૂરી ના હોય તો બહાર ના નીકળો, જે હોય ખાઈને સમય કાઢો.

(1:00 pm IST)
  • કોરોના કેસો વધતા અમદાવાદના લાલ દરવાજા પાસે બેસતા પાથરણાવાળા લોકોએ સ્વયંભૂ બજાર બંધ કર્યુ access_time 2:23 pm IST

  • સુરતના અમરોલી કોસીડ વિસ્તારમાં ઇમરજન્સી માટે ફાળવેલ બસમાં લાગી આગ : બસમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતો હતો : કોઇ જાનહાની થયેલ નથી access_time 2:22 pm IST

  • વોલ્વોના નવ ડ્રાઈવર-કંડકટરને કોરોના વળગ્યો: અમદાવાદ એસ.ટી બસ વોલ્વોના 9 ડ્રાઈવર-કંડક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે access_time 9:04 pm IST