Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સુરતમાં કિશોરનું વજન ઘટાડવા માતા સ્વિમીંગ કરાવવા લઇ ગઇ, નજર સામે ડુબતાં ખળભળાટ

સુરત તા ૧૮ :  ન્યુ સિટીલાઇટમાં ડીઆરબી કોલેજ સામે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મંગળવારે સાંજે ૧૧ વર્ષના ટીનેજરનું ડુબી જતાં મૃત્યું થયું હતું. આ સ્વિમસંગ પુલમાં ચાર તરવૈયાઓ તહેનાત હોવા છતાં ટીનેજરનું મોત થતાં ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય નામનો ડુબી ગયેલો કિશોર માતા-પિતાનું એકનું એક સંતાન હતો.

મુળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને મગદલ્લા સુમન સ્વીટમાં રહેતા વિઠ્ઠલભાઇ કનોજેનો ૧૧ વર્ષનો પુત્ર ચેેૈતન્ય માતા પ્રતિભા સાથે પાલિકા સંચાલિત સ્વિમિંગપુલમાં  તરવાનું શીખવા ગયો હતો. માતા  સ્વિમીંગ પુલમાં સામે બેસીને તેને જોતી હતી. એ અરસામાં માત્ર બે મિનીટમાં ચૈતન્યનું પાણીમાં ડુબી જતાં મોત થયું  હતું. ચૈેતન્ય લોકભારતી સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો. તેના પિતા સેલ્સમેન છે અને માતા ફિઝયોથેરાપિસ્ટને ત્યાં નોકરી કરે છે. ખટોદરા પોલીસે  બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(12:25 pm IST)
  • આગરામાં બૂથ નંબર 166 પર મતદારોએ મતદાનનો બહિષ્કાર: હજી સુધી ત્યાં 2 જ વોટ પડ્યા: આ વિસ્તારમાં વિકાસ ન થવાને કારણે ગામ લોકો નારાજ : વોટિંગ કરવા માંગતા.નથી :મથુરામાં ગોવર્ધન બ્લોકનાં એક પોલિંગ બૂથ પર ઇવીએમ ખરાબ : જેના કારણે વોટિંગ બંધ થયું : બહાર લાંબી લાઇન લાગી ગઇ access_time 11:45 am IST

  • રાજ બબ્બરે કર્યુ મતદાનઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ફતેહપુર સિકરીથી ઉમેદવાર રાજ બબ્બરે રાધા બલ્લભ ઈન્ટર કોલેજ ખાતે મતદાન કર્યુ હતું. આજે બીજા તબકકાનું મતદાન યોજાયું છે. access_time 11:56 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન : કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી. access_time 2:09 am IST