ગુજરાત
News of Thursday, 18th April 2019

સુરતમાં કિશોરનું વજન ઘટાડવા માતા સ્વિમીંગ કરાવવા લઇ ગઇ, નજર સામે ડુબતાં ખળભળાટ

સુરત તા ૧૮ :  ન્યુ સિટીલાઇટમાં ડીઆરબી કોલેજ સામે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મંગળવારે સાંજે ૧૧ વર્ષના ટીનેજરનું ડુબી જતાં મૃત્યું થયું હતું. આ સ્વિમસંગ પુલમાં ચાર તરવૈયાઓ તહેનાત હોવા છતાં ટીનેજરનું મોત થતાં ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય નામનો ડુબી ગયેલો કિશોર માતા-પિતાનું એકનું એક સંતાન હતો.

મુળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને મગદલ્લા સુમન સ્વીટમાં રહેતા વિઠ્ઠલભાઇ કનોજેનો ૧૧ વર્ષનો પુત્ર ચેેૈતન્ય માતા પ્રતિભા સાથે પાલિકા સંચાલિત સ્વિમિંગપુલમાં  તરવાનું શીખવા ગયો હતો. માતા  સ્વિમીંગ પુલમાં સામે બેસીને તેને જોતી હતી. એ અરસામાં માત્ર બે મિનીટમાં ચૈતન્યનું પાણીમાં ડુબી જતાં મોત થયું  હતું. ચૈેતન્ય લોકભારતી સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો. તેના પિતા સેલ્સમેન છે અને માતા ફિઝયોથેરાપિસ્ટને ત્યાં નોકરી કરે છે. ખટોદરા પોલીસે  બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(12:25 pm IST)