Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

21મીએ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ રચાશે :22મીથી ઉત્તર ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ શરૂ

વાતાવરણમાં થનાર ફેરફારના કારણે 72 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ 2- 3 ડિગ્રી ઘટશે

અમદાવાદ : ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દોઢ ડિગ્રી સુધી ઘટ્યું હતું. 8.8 ડિગ્રી સાથે નલિયા પ્રથમ અને 10.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. વાતાવરણમાં થનાર ફેરફારના કારણે 72 કલાક બાદ ઉ.ગુ.માં ઠંડી વધુ 2- 3 ડિગ્રી ઘટશે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ હજુ યથાવત રહી શકે છે. બીજી બાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે.

 રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે. જેના કારણે 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળુ સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાયું છે.

ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો

મહેસાણા 11.1 (+0.7) ડિગ્રી

પાટણ 11.0 (+0.7) ડિગ્રી

ડીસા 10.8 (+1.6) ડિગ્રી

ઇડર 11.0 (+0.6) ડિગ્રી

મોડાસા 12.8 (+0.3) ડિગ્રી

(6:26 pm IST)