Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં બીમાર પુત્રીના મૃત્યુના આઘાતમાં માતાએ આપઘાત કરતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: ડીંડોલીમાં પુત્રી બિમાર રહેતી હોવાથી માતાએ, પાંડેસરામાં બહેનના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા નહી થતા યુવાને, ધંધો બરાબર નહી ચાલતા સરથાણાના આધેડે, વરાછામાં ટેન્શનમાં આવીને રત્નકલાકારે, વરાછા રોડના તાણ અનુભવતા યુવાને અને ઉધનામાં યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં અસ્તીનગર સોસાયટીમાં રહેતી અતુબેન ઉર્ફે કતુ શૈલેષ મેરે રવિવારે સવારે ઘરે હીરા ધોવાનું એસીડ પી લેતા ખાનગી હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતુ. પોલીસે કહ્યુ કે અતુબેનની જુડવા પુત્રીઓ પૈકી એક પુત્રીનું અગાઉ મૃત્યુ થયુ હતુ. જયારે એક પુત્રી બિમારીથી પીડાતી હતી. આ ઉપરાંત તેના સસરાનું થોડા સમય પહેલા અવસાન થયુ હતુ. આવા સંજોગોમાં તે માનસિક તાણ અનુભવતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેના પતિ રત્નકલાકાર છે. બીજા બનાવમાં પાંડેસરામાં ન્યુ સુડા આવાસમાં રહેતો ૨૨ વર્ષીય જીતેન્દ્ર રાધા જૈનાએ રવિવારે રાતે ઘર પાસે એસીડ પી લેતા નવી સિવિલમાં ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતુ. તે મુળ ઓરીસ્સાનો વતની હતો. તે રોજી રોટી માટે ત્રણ માસ પહેલા સુરત આવીને સંચાખાતામાં કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે સતત દારૃ પીતો હતો. તેની બે બહેન પૈકી એક બહેનના આગામી એક માસમા લગ્ન હોવાથી પરિવારજનો તૈયારી કરતા હતા. જોકે તે બહેનના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા નહી શકતા આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

(5:25 pm IST)