Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

બાલાસિનોર તાલુકાના ફેલસાણી નજીક કાર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું સારવાર દરમ્યાન મોત

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના ફેલસાણી પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે બાકીના ત્રણને ઓછાવત્તા પ્રમાણમાં ઇજાઓ થઈ હતી.

બાલાસિનોર તાલુકાના ફીલસાણી પેટ્રોલ પંપ પાસે પુરઝડપે આવી રહેલી એક કાર અને સામેથી આવી રહેલી મોટરસાયકલ સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. કાર અને બાઇક વચ્ચેની આ ટક્કરમાં સુરેશભાઈ ધર્મેન્દ્ર અને સંદીપભાઈ  નામના શખ્સોને ઓછાવત્તા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે રૂપેશભાઈ નામના શખ્સને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનંપ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ દ્વારા ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો છે.

 

(5:24 pm IST)