Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ખેડા એલસીબીએ મહુધા તાલુકાના ખુંટજ નજીક મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : ખેડા એલ.સી.બી. પોલીસે મહુધા તાલુકાના ખૂંટજ મલેકપુરા રાઠોડપુરા જવાના રસ્તા પર મકાનમાંથી વિદેશી દારૂનો રૂ.૩,૧૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.

એલ.સી.બી.ખેડા પોલીસે બાતમી આધારે મહુધા તાલુકાના ખૂંટજ મલેકપૂરમાં એક મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં વિદેશી દારૂની બોટલો નંગ ૨૮૮ કિંમત રૂ.૧,૫૫,૨૦૦ તેમજ બિયર ટીન નંગ ૨૦૪૦ રૂ.૨,૦૪,૦૦૦ નો મળી કુલ રૂ.૩,૧૯,૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અજરુંદિન ઉર્ફે અજો યુનિસ મલેક (રહે. ખૂંટજ)નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેની અંગજડતીમાંથી મોબાઈલ ફોન રૂ.૫,૦૦૦ નો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો મહમદ ઓવેશ (રે.અમદાવાદ), ઈરફાન ઉર્ફે ગટયો કાળુ મિયાં મલેક ,સાજીદ હસિન મલેક તેમજ સાજીદ મહેબૂબ મલેક એ વિદેશી ઉતરાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે એલ.સી.બી.ખેડા પોલીસ ની ફરિયાદ આધારે મહુધા પોલીસે પાંચ શખ્સો સામે પ્રોહી.નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:23 pm IST)