Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભારતીય ચૂંટણી પંચ દ્વારા નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુલક્ષીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે રજુ કરાતા નમૂનામાં ચુંટણી પંચ દ્વારા ફેરફાર કરાયા

અમદાવાદ, તા.૧૭: ભારતીય ચૂંટણી પંચ દ્વારા નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુલક્ષીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે રજૂ કરવાના સોગંદનામાના નમૂના (ફોર્મ નં-૨૬)માં સુધારા-ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોએ તેઓની સામેના ફોજદારી કેસો, મિલકત દેવું, જવાબદારી તથા શૈક્ષણિક લાયકાતની માહિતી દર્શાવતું સોગંદનામું હવે પછીની લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં સુધારેલા નમૂના પ્રમાણે જ ફોર્મ નં.-૨૬માં રજૂ કરવાનું રહેશે તેમ, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ડૉ. એસ.મુરલીક્રિષ્ણાની અખબારી યાદીમાં જણાવાયું છે. સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને ધ્યાને રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે, જે ઉમેદવારો સામે ફોજદારી કેસો પડતર હોય કે ભૂતકાળમાં કોઇ કેસ સંદર્ભે સજા થઇ હોય તેવા ઉમેદવારોએ આ કેસોની વિગતો બહોળી પ્રસિદ્ધિ સારૂ જે-તે મતક્ષેત્ર વિસ્તારના બહોળો ફેલાવો ધરાવતા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવી પડશે.

(9:27 pm IST)