Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આ વર્ષે નાફેડ દ્વારા ગુજરાતમાંથી મગ,અડદ, તુવેર કે મગફળીની ખરીદી નહી કરે

ગુજરાતની ભાજપની સરકારની ખેડુત વિરોધી,ભ્રષ્‍ટ અને અણઆવડતવાળી અણધડ નીતિના કારણે નાફેડ દ્વારા ગુજરાતમાંથી મગ,અડદ,તુવેર તેમજ મગફળીની ચાલુ વર્ષે એટલે કે, ૨૦૧૮-૧૯માં ખરીદી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ખેડુતો માટે નુકસાન કારક આ નિર્ણય કરતો નાફેડનો તા.૧૫-૧૧-૧૮નો ભારતના કૃષિ મંત્રાલયને લખાયેલો પત્ર પ્રેસ અને મીડિયાને આપીને શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે નાફેડ દ્વારા પત્રમાં સ્‍પષ્‍ટ જણાવ્‍યું છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં જે ખરીદી ગુજરાત સ્‍ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન મારફત કઇ હોય જેના ગોડાઉનોની સાયન્‍ટીફીક તપાસમાં બહાર આવ્‍યું છે કે ગોડાઉનોની ગુણળતા જાળવવામાં આવી ન હતી. ગોડાઉનો માટેની નિર્ધારિત પ્રક્રિયા કે જે પુરવઠાની સલામતી અને જાળવણી માટે હોય છે તેને જાળવવામાં આવી ન હતી ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બન્‍યા હતા એટલું જ નહિ પરંતુ જથ્‍થામાં ભેળસેળ કરવાના કિસ્‍સાઓ પણ બહાર આવ્‍યા છે આ સિવાય ગુજરાત સરકારે ભાડે રાખેલા ગોડાઉનો કે જયાંથી ખરીદી કરવાની હતી એવા એરિયાથી અતિશય દુર અને કેટલાક કિસ્‍સાઓમાં તો ૩૦૦ કિ.મીની દુરી પર ભાડે ગોડાઉનો રાખવામાં આવ્‍યા હતા જેના કારણે નાફેડ દ્વારા ગોડાઉનમાં સંગ્રહિત માલની યોગ્‍ય તપાસ (scientific appro priation) શકય ના હતી.

નાફેડ દ્વારા પોતાના પત્રમાં બીજી ગંભીર બાબતનો ઉલ્લેખ કરીને જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકારે ખરીફ ૨૦૧૭/૧૮ દરમિયાન જે મગફળી ખરીદી હતી તેનો ઉપયોગ કરવાનું કમીટમેન્‍ટ આપેલ હોવા છતાં ભ્‍ઝલ્‍ અંતર્ગત આ વચનબધ્‍ધતાનું હજુ સુધી કોઇ પાલન કરવામાં આવ્‍યું નથી. ૩.૩૭ લાખ મેટ્રિક ટન જેટલી મગફળીનો સ્‍ટોક હજુ પણ ગોડાઉનમાં પડી રહેલો છે અને પરિણામે ખૂબ જ મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે.

નાફેડે જણાવ્‍યું હતું કે, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ,મધરાષ્‍ટ્ર,કર્ણાટકા,તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજયોમાં નાફેડ કરી રહી છે ગુજરાતા ૨૦૧૮-૧૯ દ્વારા ખેડુતોની ખેત પેદાશેની ખરીદી નાફેડ નહિ કરે.

આ મુદા પર કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવકતા અને વિયરના પ્રભારી એવા શ્રી શકિતસિંહ ગોહિલે ગુજરાત સરકારને પ્રશ્નો કર્યા છે કે, નાફેડ દ્વારા કરાયેલા અતિ ગંભીર મુદાઓ અંગે જવાબદાર કોણ?, આ ગંભીર મુદાઓની તપાસ થઇ કોર્ટના સીટીંગ દ્વારા સરકાર કરવા માંગે છે કે કેમ? નાફેડ દ્વારા ખરીદી બંધ કરવાના નિર્ણયથી ખેડુતોને જે પારાવાર નુકસાન જશે તેને સરકાર કઇ રીતે સરભર કરશે. તમામ મુદા ઉઠાવવામાં આવ્‍યા હતા.

(7:06 pm IST)