Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઠાસરાના આગરવામાં ગાડીની હડફેટે બાઈક ચાલકને ગંભીર ઇજા

ઠાસરા:તાલુકાના આગરવામાં રહેતાં ધર્મેન્દ્રભાઈ અરવિંદભાઈ પટેલ ગત બુધવારે મોટરસાઈકલ નં જીજે ૦૭ સીપી ૫૯૧૫ લઈ ડાકોર - ઠાસરા હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન આગરવા પાટીયા પાસે પાછળથી આવતી સ્વીફ્ટ ગાડી નં જીજે ૧૬ એજે ૨૮૬૯ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં ધર્મેન્દ્રભાઈની મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જાયો હતો. ગાડીની ટક્કર વાગવાથી ધર્મેન્દ્રભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જતા શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ પટેલની ફરીયાદને આધારે ડાકોર પોલીસે સ્વીફ્ટ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:33 pm IST)