Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ર૬૦ કરોડની છેતરપીંડીની તપાસઃ વિનય શાહ દંપતીએ ફલેટમાં ચોતરફ રૂપીયા છુપાવેલાઃ ફર્ર્નિચર-ગાદલા હોય કે લોટના ડબ્બા એક જગ્યા નોટો છુપાવવા બાકી રાખી ન હતી

૨૦ કલાકથી વધુ તપાસ ચાલીઃ મુખ્ય એજન્ટ વાળાના ઘરની તલાશી લઇ દસ્તાવેજો સીઆઇ ડીએ કબ્જે કર્યાઃ એરપોર્ટોને લુક આઉટ નોટીસ મોકલાઇઃ ગણતરીના કલાકોમાં જ સીઆઇડીએ કૌવત બતાવ્યું: આશિષ ભાટીયા જરૂર જણાયે ઇન્ટરપોલનો પણ સંપર્ક સાધશે

રાજકોટ, તા., ૧પઃ એકના અનેકગણા કરવાની લાલચ આપી ગુજરાતભરમાં એજન્ટોની માયાજાળ પાથરી ર૬૦ કરોડનું ફુલેકુ ફેરવી વિદેશ નાસી છુટેલા વિનય શાહ દંપતી સામેની તપાસ સુદ્રઢ થાય અને મૂળ સુધી પહોંચવા સાથે ૧૦૦ જેટલા એજન્ટોની માયાજાળ ભેદી શકવામાં સફળતા મળી છે.  સીઆઇડી એક મુખ્ય એજન્ટ વાળા સહિત ઘણાની ઓળખ મેળવી લીધી છે. સીઆઇડી દ્વારા એજન્ટ વાળાના ઘરની જડતી લઇ  કેટલાક દસ્તાવેજો કબ્જે કરવા સાથે મોટી રકમ કબ્જે કરી છે. સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ર૦ કલાક સુધીની તપાસ દરમિયાન ૪ર લાખ રોકડા, સોના-ચાંદીના આભુષણો, કાર, બાઇક વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.

સીઆઇડીના સુત્રોના જણાવ્યા મુજબ ફરારી દંપતી વિનય શાહ અને ભાર્ગવીના ફલેટની તપાસ દરમિયાન ચારે કોર ચલણી નોટો છુપાવ્યાનું ખુલવા પામેલ. આરોપીઓ દ્વારા પલંગ સહીતના વિવિધ ફર્નીચરો, ગાદલાઓ અને લોટના ડબ્બાઓમાં નોટોના થોકડાને થોકડા છુપાવ્યાનું સર્ચ દરમિયાન ખુલવા પામેલું. સીઆઇડી દ્વારા ૩પ જેટલા સીપીયુ, લેપટોપ, મોબાઇલ ફોન, પ સ્વાઇપ મશીન, નોટો ગણવાના મશીનો વિગેરે કબ્જે કર્યા હતા. આમ સીઆઇડી વડા આશીષ ભાટીયાના વડપણમાં સીઆઇડીને તપાસ સુપ્રત થતા જ ગણતરીના કલાકોમાં જ સીઆઇડીએ પરીણામલક્ષી કામગીરી કરી હતી.

દરમિયાન વિનય શાહની તમામ ઓફીસો તથા તેના હસ્તકના અન્ય બે મકાનો કે જેમાં ભાડુઆત રહે છે તે તમામની તલાશી સીઆઇડી દ્વારા કરવામાં આવી છે. વિનય શાહ દંપતીની માલીકીના એક ફલેટના તાળા તોડી સીઆઇડીએ સર્ચ કરતા ૩પ લાખ રૂપીયા રોકડ, સોનુ, ૧પ કોમ્પ્યુટર, લેપટોપ, મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. કૌભાંડી દંપતીના બાકી રહેતા બેંક ખાતાઓની તલાશીઓ રાતભર ચાલુ રહી હતી. એક ફોર વ્હીલર અને બાઇક પણ સીઆઇડીએ કબ્જે કર્યા છે.

અમદાવાદ શહેર પોલીસના એક ટોચના અધિકારી સામે આક્ષેપ સાથે પત્રકારો ઉપર આરોપ મુકયા બાદ બદનક્ષીનો સામનો કરનાર આ દંપતી સામેની ફરીયાદોના ઢગલા થવાના હોય અને રાજય બહાર તપાસ કરી એરપોર્ટ પર લુકઆઉટ નોટીસો પણ કાઢવામાં આવી છે.  સીઆઇડી વડા દ્વારા ઇન્ટરપોલનો પણ સંપર્ક કરવામાં આવ્યાનું સુત્રો જણાવે છે.

(2:59 pm IST)