Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના વહીવટદાર તરીકે આઇ.કે. પટેલઃ સુધીર પટેલ ખેડામાં કલેકટર

રાજકોટ તા.૧૬: રાજય સરકારે ગઇકાલે આઇ.એ.એસ. કેડરના બે અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. ખેડા જિલ્લા કલેકટર શ્રી આઇ.કે. પટેલને સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્‍સીમાં મુખ્‍ય વહીવટી અધિકારી તેમજ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પ્રોજેકટના પ્રથમ મુખ્‍ય વહીવટદાર તરીકે નિયુકત કર્યા છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને લગતી વ્‍યવસ્‍થાને સુદ્રઢ કરવા માટે સરકારે ખાસ પસંદગીથી તેમને મહત્‍વની જવાબદારી સોંપી છે. તેઓ અગાઉ રાજકોટમાં અધિક કલેકટર અને મોરબીમાં કલેકટર પદે રહી ચૂકયા છે.સુરત શહેરી વિકાસ સતા મંડળના મુખ્‍ય કારોબારી અધિકારીશ્રી સુધીર બી. પટેલને ખેડાના કલેકટર બનાવવામાં આવ્‍યા છે. તેઓ અગાઉ ખેડામાં ડી.ડી.ઓ. તરીકે રહી ચૂકયા છે. સુડાના સી.ઇ.ઓ.નો ચાર્જ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર અમિત અરોરાને સોપાયા છે.

(11:11 am IST)