Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

આણંદ-વિદ્યાનગર રોડ પર એક્ટિવા સ્લીપ થઇ જતા ઠપકો આપવા બાબતે ચાર શખ્સોએ બેને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

આણંદ:આણંદ-વિદ્યાનગર રોડ ઉપર ગઈકાલે બપોરના સુમારે બે બાઈકો સવાર ચાર શખ્સોએ એક્ટીવા સ્લીપ ખાઈ જવાની બાબતે ઠપકો આપતા બેને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર આણંદના સો ફુટના રોડ ઉપર આવેલી પ્રીયદર્શન સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રકાશભાઈ રમેશભાઈ પ્રજાપતિ ગઈકાલે સાડા બારેક વાગ્યાના સુમારે એક્ટીવા લઈને વિદ્યાનગર રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે બીગ બજાર સામે આગળ જતા બે બાઈક સવારોએ એકદમ શોર્ટ બ્રેક મારતાં તેમનું સંતુલન બગડી ગયું હતુ અને સ્લીપ ખાઈ ગયા હતા જે બાબતે તેઓએ ઠપકો કરતાં જુબેર યાસીનભાઈ વ્હોરા, અફજલભાઈ અઝરભાઈ શેખ, જીશાન આરીફભાઈ મલેક અને રીયાઝ શેખે ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. કેતનભાઈ આવીને વચ્ચે પડતાં તેમને જુબેરે આરસીસીનો ધારદાર પથ્થર મોઢાના ભાગે મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ પટ્ટેને પટ્ટે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
 

(5:49 pm IST)
  • નાસાના એપોલો ૧૧ ચંદ્રમિશનને છોડ્યાને આજે ૫૦ વર્ષ પૂરા થયા તેની ઉજવણી થઈ રહી છે access_time 1:20 pm IST

  • રાજનીતિથી ઉપર સાંસદોએ તેમનું કામકાજ કરવું જોઈએ : મોદી : બીજેપી સંસદીય દળની બેઠક પૂર્ણ : દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠક પૂર્ણ થઈ : આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાઃ બેઠકમાં લોકસભા અને રાજયસભાના દરેક સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ access_time 1:22 pm IST

  • પશુઓના ગળે આ ડીવાઇસ નહિ લગાવો'તો આકરા પગલા અચુક લેવાશે : અમદાવાદ શહેર પોલીસ કમિ. પશુપાલકોને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના પશુઓને આરએફઆઇડી (રેડીયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન ડીવાઇસ) નહિ લગાવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. access_time 3:56 pm IST