Gujarati News

Gujarati News

  • આસામમાં ભયંકર પુરના લીધે ભયજનક સ્થિતિ : આજે સાંજ સુધીમાં ૩૦ જીલ્લાના ૪,૧૫૭ ગામડાઓ અને લગભગ ૪૨,૮૬,૪૨૧ લોકો આ ભયાનક પુરના લીધે પ્રભાવિત થયા છે : આ વિસ્તારોમાં ૧૮૩ રીલીફ કેમ્પ સરકારે ઉભા કર્યા છે : NDRFની ટીમોએ અહીના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સેકડો લોકોને રેસ્ક્યુ કર્યા છે : આસામમાં NDRFની ૧૫ ટુકડીયોના ૩૮૦ જવાનો ખડેપગે લોકોની મદદ કરવા તેનાત કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 9:40 pm IST

  • મધ્ય ગુજરાતના ચાંદીપુરા તાવનો રોગચાળો? બાળકીનો ભોગ લેવાયો : એલર્ટ : મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવથી તંત્ર સતર્ક : ભાયલી ગામની ચાર વર્ષની બાળકીનું થયુ મોતઃ પુનાની વાયરોલોજી લેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : વડોદરાની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : ઝાડા, તાવ,ઉલ્ટી, માથાનો દુઃખાવો મુખ્ય લક્ષણો : છોટાઉદેપુરની મૃતક બાળકીનો રીપોર્ટ હજુ બાકી : લક્ષણો શરૂ થયાના ૪૮ થી ૭૨ કલાકમાં થઈ શકે છે મૃત્યુ access_time 1:21 pm IST

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST