ગુજરાત
News of Tuesday, 16th July 2019

આણંદ-વિદ્યાનગર રોડ પર એક્ટિવા સ્લીપ થઇ જતા ઠપકો આપવા બાબતે ચાર શખ્સોએ બેને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

આણંદ:આણંદ-વિદ્યાનગર રોડ ઉપર ગઈકાલે બપોરના સુમારે બે બાઈકો સવાર ચાર શખ્સોએ એક્ટીવા સ્લીપ ખાઈ જવાની બાબતે ઠપકો આપતા બેને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર આણંદના સો ફુટના રોડ ઉપર આવેલી પ્રીયદર્શન સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રકાશભાઈ રમેશભાઈ પ્રજાપતિ ગઈકાલે સાડા બારેક વાગ્યાના સુમારે એક્ટીવા લઈને વિદ્યાનગર રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે બીગ બજાર સામે આગળ જતા બે બાઈક સવારોએ એકદમ શોર્ટ બ્રેક મારતાં તેમનું સંતુલન બગડી ગયું હતુ અને સ્લીપ ખાઈ ગયા હતા જે બાબતે તેઓએ ઠપકો કરતાં જુબેર યાસીનભાઈ વ્હોરા, અફજલભાઈ અઝરભાઈ શેખ, જીશાન આરીફભાઈ મલેક અને રીયાઝ શેખે ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. કેતનભાઈ આવીને વચ્ચે પડતાં તેમને જુબેરે આરસીસીનો ધારદાર પથ્થર મોઢાના ભાગે મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ પટ્ટેને પટ્ટે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
 

(5:49 pm IST)