Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં કાર્યરત ખેડૂતોની બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી.ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો

નવી દિલ્હી ખાતે લાઇવ્લીહૂડ ઇન્ડિયા સમીત 2019 માં એવોર્ડ એનાયત કરાયો

પાટણ જિલ્લામાં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં બનેલી બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી જે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખેડૂતોના વિકાસ માટે કાર્ય કરી રહી છે આ ખેડૂત કંપની છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ખેડૂતોના ઉત્થાન માટે ખૂબ જ સારી કામગીરી કરી રહી છે જેમા ખાસ બાબત એ છે કે ખેડુતો દ્વારા બનેલ ખેડુતો દ્વારા સંચલિત અને ખેડુતો માટે કાર્યરત આ ખેડૂતો ની કંપની ખેડુતો ને સાચી માહિતી અને માર્ગદર્શન આપી રહી છે જેના કારણે તેમની આવક મા વધારો થયેલ અને ખર્ચ ઓછા થયેલા ખાસ કરીને ખેડૂતો સંગઠિત થઈ આ કંપનીનું સંચાલન કરી રહ્યા છે જેમાં ખેતી માટે ઉપયોગી દવા ખાતરો બિયારણ અને સાધન સામગ્રી સાથે ખરીદી કરી રહ્યા છે અને પોતાના ખેતરો મા ઉત્પાદીત કરેલા સામાન ને બજાર કરતા ઉચા ભાવ મા વેચાણ કરી આધુનીક ટેક્નોલોજી નો ઉપયોગ કરતા થયા છે તેમજ પાણી બચાવવા પર્યાવરણ બચાવવા ઓર્ગેનીક ખેતી તરફ આગળ વધતી અને જડપ થી પ્રગતી કરતી આ કંપની ને તા. 12/12/019 ના રોજ દિલ્હી ખાતે નિતીઆયોગ ના માર્ગદર્શન મા ખેડૂતો માટે ઉત્કર્ષ કામગીરી કરવા બદલ નવી દિલ્હી ખાતે લાઇવ્લીહૂડ ઇન્ડિયા સમીત 2019 માં એક્સસ લાઇવ્લીહૂડ સર્વિસ અને રેબો બેંક દ્વારા બેસ્ટ એગ્રીકલ્ચર ઇમર્જિંગ નો એવોર્ડ નાબર્ડ ના ચેરમેન ડોક્ટર હરેશ કુમાર ભનવાલા ડોક્ટર પાઉલ સ્ચિવેરવે સીઇઓ રેમ્બો બેંક અને બીપીન શર્મા સીઇઓ એક્સેસ દ્વારા બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી.ને દેશ મા જડપ થી પ્રગતી કરતી આ કંપની નો પ્રથમ ક્રમાંક નો એવોર્ડ આપી સન્માનીત કરવામા આવેલ આ પ્રસંગે કંપનીના  ચેરમેન, કરશનજી જાડેજા, ડાયરેકટોર બાબુભાઈ ઠાકોર, ડાયરેકટોર મેરામભાઈ આહીર, રીલાયન્સ ફાઉંડેસન ની ટીમ હાજર રહી હતી

(4:58 pm IST)