Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

છેતરપીંડીની એક પણ તક લોકો છોડતા નથી: આણંદના ધર્મજમાં કોટક સિકયુરીટીઝ નામથી નકલી શાખા ખોલી કનક શાહ અને પત્‍ની બંટી બબલી ફરાર : અનેક NRIના નાણા ફસાયા

આણંદ: ધર્મજમાં છેતરપિંડીનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે વાંચીને તમે પણ વિચારતા થઇ જશો, ધર્મજના ઉંઝાના એક દંપત્તિએ ગામમાં એક દુકાન અને મકાન ભાડે રાખ્યાં હતા, દુકાનમાં કોટક સિક્યુરિટીઝ નામથી નકલી શાખા ખોલી હતી, અહીયા એનઆરઆઇ લોકોની વસ્તી વધારે છે, જેથી અનેક લોકોએ બેંકમાં લાખો રૂપિયાની એફડી કરાવી હતી, હવે કનક શાહ અને તેની પત્ની ફરાર થઇ જતા લોકોને ખબર પડી કે તેમના લાખો રૂપિયા ડૂબી ગયા છે, તેમને જે મૂડીની એફડી કરાવી હતી, તે પૈસા હવે પાછા મળવાના નથી, એક અંદાજ પ્રમાણે 40 લાખ રૂપિયાની એફડીના નાણાં લઇને બંટી-બબલી ફરાર છે.

ફ્રોડ દંપત્તિએ બેંકમાં બે સ્થાનિક યુવાઓને ઉંચા પગારથી નોકરી આપી હતી, બેંક દ્વારા એફડી પર અન્ય બેંકો કરતા વધુ વ્યાજ આપવામાં આવતું હોવાની જાહેરાતો કરીને લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા, કોટક બેંકનું બોર્ડ મારીને આ દંપત્તિેએ જે બેંક શરૂ કરી હતી, તે હાલમાં બંધ છે, જે લોકો છેતરાયા છે, તે લોકો બેંકની આસપાસના દુકાનદારોને પૂછપરછ કરી રહ્યાં છે. આ લોકોને કોટક બેંકનું એફડીનું સર્ટિફિકેટ પણ આપ્યું છે, જો કે તે હવે તેમના માટે માત્ર કાગળ બનીને રહી ગયું છે. ત્યારે હવે છેતરાયેલા લોકો પાસે પોલીસ કેસ સિવાય કોઇ ઉપાય નથી.

(3:56 pm IST)