Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગોધરામાં ભારતીય કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને ચર્ચા

ગોધરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને બેઠક યોજવામાં આવી હતી. પંચમહાલના ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વિમા, ખેતી ક્ષેત્રે લગાવવામાં આવેલા જીએસટી પાછો ખેંચવા, ટેકાના ભાવથી ઉપજ ખરીદવી, આ સિવાય સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ જે વેપારી ખરીદી ન કરે તેની સામે સરકારે પગલા લેવા જોઈએ. ખાતર પરનો ભાવવધારો પરત ખેંચવા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી

(9:15 pm IST)