Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મેઘરજ-માલપુર હાઇવે પર 12ફૂટ લાંબા અજગરે નીલગાયના બચ્ચાનો શિકાર કરતા મોતને ભેટ્યો

મેધરજ:મેધરજ- માલપુર હાઇવે પર આવેલા ડેરી કંપાની સીમમાં ૧૨ ફૂટ લાંબો અજગર નીલગાયના બચ્ચાનો શિકાર કર્યા બાદ મોતને ભેટયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજગરે નીલગાયના બચ્ચાને ગળી જતા અન્ય નીલગાયોના ટોળાંએ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું.

મેઘરજ ઇપલોડા માલપુર હાઇવે પરના વિસ્તારોમાં અજગર દેખાયાના અનેક બનાવો અગાઉ નીલગાયો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે તાજેતરમાં મેઘરજ તાલુકાના ડેરી કંપાની સીમમાં એક ૧૨ ફૂટ લાંબા અજગરે નીલગાયના બચ્ચાનો શિકાર કર્યો હતો અને અજગર બચ્ચાને આખેઆખું પેટમાં ગળી ગયો હતો અને શિકાર કર્યા બાદ અજગર કોઈ કારણોસર મોતને ભેટયો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજગરે અગાઉ પણ નિલગાયના બચ્ચાનો શિકાર કર્યો હતો પરંતુ નીલગાયનું ટોળું આવી જતા અજગર બચ્ચાને છોડી ભાગીગયો હતો. જો કે બનાવના બીજા દિવસે અજગર નિલગાયના બચ્ચાને આરોગી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

(5:17 pm IST)