Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વડોદરાના સમા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી દારૂની પોટલીનો જથ્થો ઝડપ્યો

વડોદરા:શહેરના સમા પોલીસની હદમાં ચાલતા વિદેશી દારૃના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલેની ટીમે દરોડો પાડી દારૃની ડિલિવરી કરવા માટે સ્કુલ બેગમાં વિદેશી દારૃની પોટલીઓ લઈને જતા સગીરવયના બૂટલેગર અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને સાથે રાખી એનઆરઆઈના બંધ મકાનમાં છુુપાવેલો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. સમા વિસ્તારમાં લાંબા સમયથી વિદેશી દારૃનો ધંધો ચાલતો હોવા છતાં સમા પોલીસે કામગીરી નહી કરતાં સ્ટેટ વિજિલન્સને દરોડો પાડવાની ફરજ પડી હતી જેના પગલે સમા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

સમાગામમાં રહેતો સગીર વયનો બૂટલેગરે બહારથી વિદેશી દારૃનો જથ્થો મંગાવીને તેના મિત્ર હિતેશ કનુભાઈ સોલંકી (સમાગામ,નવીનગરી)ના ઘરે મકાનના બાથરૃમમાં છુપાવ્યો હોવાની ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી. આ માહીતીના પગલે મોનિટરિંગ સેલે ગત સાંજે હિતેશ સોલંકીના મકાનમાં દરોડો પાડયો હતો. દરોડામાં મકાનના ઓસરીમાંથી સગીર વયનો બૂટલેગર સ્કુલ બેગ સાથે મળી આવ્યો હતો. પોલીસે સ્કુલ બેગમાં તપાસ કરતાં તેમાંથી બિયરના ૧૨ ટીન તેમજ વિદેશી દારૃની ૧૧ પોટલીઓ મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે સગીર વયના બૂટલેગરના સાગરીત હિતેશ સોલંકીને પણ તેના મકાનમાંથી ઝડપી પાડયો હતો. 

(5:16 pm IST)