Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

લીમખેડા તાલુકા નજીક ટ્રાન્સપોર્ટ વેપારી પર ઘાતકી હુમલો કરી નરાધમે રોકડ-દાગીનાની લૂંટ ચલાવી

લીમખેડા:તાલુકાના કંબોઇ પાસે નેશનલ હાઇવે પર ગઇ મધરાત્રે મારક હથિયારો સાથે ત્રાટકેલા ૨૫થી ૩૦ જેટલા લૂંટારૃઓએ દાહોદના ટ્રાન્સપોર્ટના વેપારી તેમજ કુટુંબીજનોની ગાડીને પંચર પાડી હુમલો કરી રોકડ, મોબાઇલ ફોન, દાગીના મળી કુલ રૃા.૧.૨૨ લાખની સનસનાટીભરી લૂંટ કરી અંધારામાં લૂંટારૃ ટોળકી ફરાર થઇ ગઇ હતી.

દાહોદ શહેરના યશ માર્કેટમાં રહેતા અને રોયલ ટ્રાન્સપોર્ટ નામની પેઢી ચલાવતા સલીમ એહમદ કુંજડાની પૌત્રી વડોદરાની હોસ્પિટલમાં સારવાર લેતી હોવાથી તેની ખબર જોવા માટે તેઓ પુત્ર સરફરાજ, પુત્રવધુ સુલતાના તેમજ બે પૌત્ર મોહમંદ જૈફ અને મોહમંદ અલી સાથે ફોર વ્હીલ ગાડીમાં વડોદરા ગયા હતા અને રાત્રે પૌત્રની ખબજ જોયા બાદ તેઓ દાહોદ પરત ફરતા હતાં.

રાત્રે બાર વાગ્યાની આસપાસ લીમખેડા તાલુકાના ઢંઢેલાથી કંબોઇ ગામ પાસે નેશનલ હાઇવે પર પોલીસ તંબુથી માત્ર ૫૦૦ મીટર દુર તેઓ પહોંચ્યા  ત્યારે ૨૫થી ૩૦ જેટલા લૂંટારૃઓએ ફોર વ્હીલ ગાડીમાં પંચર પાડી સલીમભાઇ તેમજ પરિવારના સભ્યો પર હુમલો કરી રૃા.૨૫ હજાર રોકડા, મોબાઇલફોન, પુત્રવધુએ પહેરેલ ચાર તોલાનો સોનાનો હાર, બે સોનાની વિંટી, સોનાની બંગડી મળી કુલ રૃા.૧.૨૨ લાખની મત્તાની બિન્ધાસ્ત લૂંટ કર્યા બાદ મોબાઇલફોન રસ્તામાં ફેંકી દીધો હતો તેમજ બે બાળકોને ઝાડી-ઝાંખરામાં ફેૅકી દઇ લૂંટારૃ ટોળકી ફરાર થઇ ગઇ હતી.

 

(5:15 pm IST)