Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટરોની ઉંચી ચેમ્બરથી અકસ્માત થવાનો ભય વધ્યો

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં વિરાટનગર ખાતે આવેલી મ્યુનિ.કોર્પોરેશનની પૂર્વ ઝોનની કચેરીથી ઓઢવ ગામ તરફ જવાના રોડ પર ત્રણેક ફૂટ ઉંચી ગટરની ચેમ્બરો બનાવી દેવાતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

રહીશોના જણાવ્યા મુજબ આ રોડ પર પાંચેક જગ્યાએ રોડની વચ્ચોવચ ગટરોની ત્રણેક ફૂટ ઉંચી ચેમ્બરો બનાવવામાં આવી છે. જેના કારણે અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રાત્રિના અંધકારમાં વધુ જોખમ રહેલું છે.

વાહન ઓવરટેક કરવાની સ્થિતિમાં અચાનક રોડ વચ્ચેની ગટરની ચેમ્બર સાથે વાહનો અથડાયા હોવાના પણ કિસ્સાઓ બની ચૂક્યા છે. વિનાયકપાર્ક, વૈભવ સોસાયટી અને શૈફાલી ટેર્નામેન્ટ તેમજ વારાહી પ્રાથમિક શાળા પાસે આવેલી આવી ગટરોની ચેમ્બરો જીવલેણ સાબિત થવાની ભીતિ સેવાઇ રહી છે.

(5:13 pm IST)