Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદના રાજપંથ નજીક નજીવી બાબતે થયેલ ઝઘડામાં બે યવુક પર ઘાતકી હુમલો

અમદાવાદ:રાજપથ ક્લબ પાસે ફૂડ જંકશન પર નજીવી બાબતના ઝઘડામાં બે યુવક પર ધોકાથી હુમલો થતા અહીં ગભરાટ ફેલાયો હતો. બાદમાં બે આરોપી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ધોકાથી માર મારતા એક યુવક અર્ધબેભાન થઈ ગયો વસ્ત્રાપુર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી

આ બનાવની વિગત મુજબ બોડકદેવમાં કદંબવિલા બંગ્લોઝમાં રહેતો અને ધો.૧૨ માં અભ્યાસ કરતો શ્યામ રાજેશભાઈ ચકવાવાલા (૧૭) તેના મિત્રો સાથે સેટેલાઈટમાં એક સોસાયટીમાં ગરબા રમવા ગયો હતો. ૧૩ ઓક્ટોબરના રોજ રાત્રે ગરબા પુરા થયા બાદ તે તેના ચાર મિત્રો સાથે રાજપથ ક્લબ સામેના ફૂડ જંકશન પર કોફી પીવા માટે ગયા હતા.

(5:13 pm IST)