Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સિવિલ હોસ્પિટલની કાઉન્સિલર નીલમ લેઉવાએ જીવ દીધો

એચઓડી ડો. ગિરીશ કંડોઇના ત્રાસથી

મહેસાણા સિવિલમાં એ.આર.ટી સેન્ટર ફરજ બજાવતી કાઉન્સિલર નિલમ લેઉઆએ આપઘાત કર્યો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ એઆરટી સેન્ટરના એચઓડી ડોકટર ગિરીશ કંદોઈ ઉપર ત્રાસ ગુજારવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આપઘાત કરનાર યુવતી છેલ્લા ૧૫ દિવસથી રજા ઉપર ઉતારી દેવાઈ હતી. હાલમાં નીલમ લેઉઆની ડેડ બોડીને મહેસાણા સિવિલમાં લવાઈ છે. જો કે આ ઘટના બાદ પરિવારજનોએ હોબાળો કર્યા બાદ પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

(3:37 pm IST)