Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગાંધીનગરમાં ટ્રેલરની ટક્કરે શિક્ષિકાનું કરુણ મોત

ગાંધીનગર:  શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજે વહેલી સવારે -માર્ગ ઉપર ગોકુળપુરા પાસે મોપેડ ઉપર જઈ રહેલા વાવોલના શિક્ષિકાને ટ્રેઈલરે અડફેટે લીધું હતું અને ટાયર નીચે ચગદાઈ જતાં શિક્ષિકાનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. જેના પગલે સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. રખડતી ગાયો અને ગંદકીથી ખદબદ એવા માર્ગ ઉપર અવારનવાર અકસ્માતોનો સિલસિલો જોવા મળી રહયો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથીગાંધીનગર શહેરના -માર્ગ ઉપર ગોકુળપુરા પાસે રખડતી ગાયો તેમજ માર્ગ ઉપર ગંદકીના થર હોવાના કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. એટલું નહીં અહીં ભારે વાહનો પસાર થતા હોવાથી નાના વાહનચાલકોને સતત અકસ્માતનું જોખમ તોળાતું રહે છે. અવારનવાર અહીં અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં શિક્ષિકાનું મોત નીપજયું હતું.ઘટનાની મળતી વિગતો પ્રમાણે વાવોલ ગામે દ્વારકેશ સોસાયટીમાં મકાન નં.એફ-૩૦૨ ખાતે રહેતાં અને સે-ર૩માં આવેલી કડી કેમ્પસની એમ.બી.પટેલ અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતાં ૩૯ વર્ષીય સાધનાબેન રણજીતસિંહ ચૌહાણ આજે સવારે તેમના ઘરેથી મોપેડ ઉપર શાળાએ જવા માટે નીકળ્યા હતા અને ગોકુળપુરા પાસે -માર્ગ ઉપર તેઓ પસાર થઈ રહયા હતા ત્યારે રોડસાઈડમાં કાદવ અને ગંદકીથી બચતાં રોડની સાઈડમાં ડીવાઈડર તરફ મોપેડ હંકારવા જતાં પાછળથી આવતાં ટ્રેઈલર નીચે ચગદાઈ ગયા હતા. શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. ઘટનાના પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ ભભુકી ઉઠયો હતો અને અવારનવાર માર્ગ ઉપર સર્જાતા અકસ્માતો રોકવા માટે અહીં રખડતી ગાયો અને ગંદકી દુર કરવાની સાથે માર્ગને પહોળો કરવાની માંગ ઉઠવા પામી હતી. ત્યારે તંત્ર હવે કેટલા અકસ્માતોની રાહ જોશે તે જોવું રહયું.

(4:55 pm IST)